ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 3 મે 2024 (16:12 IST)

ઉનાળામાં આરોગ્ય માટે વરદાન છે આ 8 ફૂડ્સ અને ડિહાઈડ્રેશન જેવી અનેક સમસ્યાઓથી કરે છે બચાવ

summer food
summer food
ઉનાળાની ઋતુમાં આ ખાદ્યપદાર્થોનું સેવન કરવું જ જોઈએ  
ઉનાળામાં લોકોને ખાવાની આદતોને લગતી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિઝનમાં ભૂખ પણ ઓછી લાગે છે અને તેના કારણે તમારા શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. ઉનાળાની ઋતુમાં તમારા શરીરને ઠંડુ અને ઉર્જાવાન રાખવા માટે તમારે આ ખોરાકનું સેવન કરવું જ જોઈએ.
 
1. ગરમીની ઋતુમાં કરો છાશનુ સેવન 
છાશ હોય કે મઠ્ઠો ગરમીની ઋતુમાં સૌથી સારુ પીણુ છે. તેનુ સેવન ગરમીમાં જરૂર કરવુ જોઈએ. છાશમાં રહેલા પોષક તત્વ શરીરને એનર્જેટિક રાખવામાં મદદ કરે છે અને તેની તાસીર ઠંડી હોય છે જે ગરમીમાં તમને મોસમની મારથી બચાવવાનુ કામ કરે છે. તેનુ સેવન કરવાથી તમારા શરીરની ગરમી પણ ઓછી થાય છે. 
 
2. ગરમીમાં લૂ થી બચવા માટે કરો ડુંગળીનુ સેવન 
 ગરમીની ઋતુમાં ગરમ હવા અને વધતા તાપમાનને કારણે તમને લૂ લાગવાની સમસ્યા થઈ શકે છે. લૂ થી બચવા માટે ડુંગળી નુ સેવન ખૂબ લાભકારી માનવામાં આવે છે. ડુંગળીમાં રહેલા ગુણ તમને લૂથી બચાવવા અને તેના પ્રભાવને ઘટાડવાનુ કામ કરે છે. શિયાળાની ઋતુમાં તેનુ સેવન અનેક રીતે કરી શકાય છે. લૂ થી બચવા માટે ડુંગળીના રસનુ સેવન પણ ખૂબ લાભકારી હોય છે. તેમા રહેલા વિટામિન અને અન્ય પોષક તત્વ લૂ માં લાભકારી માનવામાં આવે છે. 
 
3.ગરમીમાં જરૂર ખાવ તરબૂચ 
ગરમીની ઋતુમાં તમે જોયુ હશે કે દરેક સ્થાને તરબૂચ વેચાવવા શરૂ થઈ જાય છે. તરબૂચમાં રહેલા  પોષક તત્વ અને તેના ગુણોને કારણે આ ગરમીમાં સૌથી વધુ ખાવામાં આવનારુ ફળ છે. ગરમીની ઋતુમાં શરીરને કુલ રાખવા અને ગરમીને કારણે થનારી પરેશાનીઓથી બચવા માટે તરબૂચનુ સેવન  ખૂબ લાભકારી હોય છે. તમે તેનુ ડાયરેક્ટ સેવન કરી શકો છો કે પછી તેનુ જ્યુસ બનાવીને પણ પી શકો છો.  
 
4. કાકડી રાખશે હાઈડ્રેટેડ 
ગરમીની ઋતુમાં શરીરમાં પાણીની ઉણપની સમસ્યાથી બચવા માટે ખારાનુ સેવન ખૂબ લાભકારી માનવામાં આવે છે. શરીરને કુલ રાખવા અને ડિહાઈડ્રેશનથી  બચવા માટે ખીરાનુ સેવન ખૂબ લાભકારી હોય છે. ખીરુ ખાવાથી તમને ગેસ, એસિડીટી અને છાતીમાં બળતરા જેવી સમસ્યાઓમાં પણ ફાયદો મળે છે. 
 
 
5. ગરમીમાં ખાવ કેરી 
ગરમીની ઋતુમાં ખાવાપીવામાં અસંતુલન અને વધતા તાપમાનના પ્રભાવને કારણે તમારા શરીરની ઈમ્યુનિટી નબળી પડી શકે છે. આવામાં ગરમીની ઋતુમાં કેરીનુ સેવન શરીર માટે ખૂબ લાભકારી સાબિત થાય છે. કેરીમાં શરીર માટે લાભકારી સોડિયમ, કેલ્શિયમ, વિટામિન, મિનરલ્સ, ફાઈબર જેવા પોષક તત્વો જોવા મળે છે જે શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે. તેનુ સેવન કરવાથી વજન ઓછુ કરવામાં ફાયદો મળે છે અને શરીરની ઈમ્યુનિટી વધે છે. 
 
 
6. ગરમીમા જરૂર પીવો નારિયળ પાણી 
ગરમીની ઋતુમાં શરીરને અનેક ગંભીર સમસ્યાઓથી બચાવવા અને પોષક તત્વોની આપૂર્તિ માટે નારિયળ પાણી પીવુ ખૂબ જ લાભકારી હોય છે. નારિયળ પાણી શરીરને હાઈડ્રેટેડ રાખવાનુ કામ કરવા ઉપરાંત તેનુ સેવન કરવાથી પાચન તંત્રને પણ ફાયદો મળે છે અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તેમા રહેલ કેલ્શિયમ પોટેશિયમ ક્લોરાઈડ જેવા પોષક તત્વ શરીર માટે ખૂબ ઉપયોગી હોય છે. 
 
7 હીટ સ્ટ્રોકથી બચાવે ફુદીનો 
ગરમીની ઋતુમાં ફુદાનાનુ સેવન તમને હીટ સ્ટ્રોક જેવી સમસ્યાઓથી બચાવવા માટે ખૂબ ઉપયોગી છે. ફુદીનાના પાનનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે. રોજ એક ગ્લાસ ઠંડા પાણીમાં ફુદીનાના પાનને વાટીને નાખો અને તેમા થોડો લીંબુનો રસ અને મઘ નાખીને તેનુ સેવન કરો. ગરમીમાં તમારે માટે આ એક સારુ પીણુ છે. 
 
8. ઉનાળામાં ટામેટાં ખાઓ
ઉનાળાની ઋતુમાં ટામેટાંનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉપયોગ મોટાભાગે શાકભાજી બનાવવામાં થાય છે પરંતુ તમે તેને સલાડના રૂપમાં પણ ખાઈ શકો છો. ટામેટાંમાં રહેલા વિટામિન્સ, ફાઈબર અને પોટેશિયમ શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ સિવાય ટામેટામાં 95% પાણી હોય છે જે તમને ડિહાઈડ્રેશનથી બચાવે છે.