ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 8 જાન્યુઆરી 2021 (04:34 IST)

લોકડાઉનમાં વધી ગયુ છે વજન, તો રોજ ખાવ બસ આ 5 વસ્તુ

લોકડાઉનમાં સૌએ  કોરોનાથી બચવા વર્ક ફ્રોમ હોમ પસંદ કર્યુ.. બહારની વસ્તુઓ પર ખાવા પીવાનો પ્રતિબંધ હતો તેથી. ઘરે બનાવીને ખૂબ ખાધુ. હવે મોટાભાગના લોકો જાડાપણાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મોટાભાગની વ્યક્તિઓને વજન ઓછું કરવા માટે આહાર કન્ટ્રોલમાં કરવા કરતા વ્યાયામ અને વર્કઆઉટ કરવું વધુ સરળ અને યોગ્ય લાગે છે. જો તમે એક સખત ડાયટ પ્લાનને ફોલો નથી કરી શકતા તો યોગ્ય એ જ રહેશે કે થોડો એવો આહાર લો જે ખાવાથી સ્થૂળતા ઘટાડવામાં સરળતા રહે છે. જાણીએ કેટલાક એવા આહાર, જે પુરુષોનું વજન ઓછું કરવામાં મદદ કરે છે. 
 
આ ખાઇને સ્થૂળતા દૂર કરી શકો છો -
 
1. સફરજન - આ ફળને ખાઇને માત્ર વજન જ કન્ટ્રોલ નહીં થાય, સ્વાસ્થ્ય પણ જળવાશે. ઓફિસથી નીકળતા પહેલા સવારે એક સફરજનને દહીં કે સ્કિમ્ડ મિલ્ક સાથે મિક્સ કરી ખાઓ. સફરજનમાં પુષ્કળ માત્રામાં રેસા હોય છે અને તે શરીરમાં ગ્લુકોઝનુંસ સ્તર ઓછું કરે છે. તેમાં પેક્ટિન હોય છે જે શરીરમાંથી વધારાના પાણી અને ચરબીને શોષી લે છે.
 
2. સાઇટ્રસ ફ્રુટ - વગર કોઇ ઝંઝટે જો વજન ઓછું કરવું હોય તો સાઇટ્રસ ફ્રુટ કરતા સારો ઓપ્શન કોઇ નથી. આવા ફ્રુટમાં વિટામિન સી ભરપુર હોય છે જે શરીરની કેલરી બાળે છે. પુરુષોએ લીંબુ, સંતરા, મોસંબી જેવા ફળોને ડાયટમાં સામેલ કરો.
 
3. ગ્રીન ટી - કોફી કરતા વધુ અસરકારક ગ્રીન ટી હોય છે જેનાથી વજન ઘટાડી શકાય છે. તેનાથી ભૂખને કન્ટ્રોલ કરવામાં મદદ મળે છે અને સ્વાસ્થ્ય પણ જળવાઇ રહે છે. વેટ લોસ સિવાય તેનાથી સ્કિન અને વાળને પણ ફાયદો થાય છે. જો સ્ટ્રોસને કારણે તમે ગંજા થઇ રહ્યાં છો તો ગ્રીન ટી પીવી ફાયદાકરાક રહેશે.
 
4. બદામ - ઘણાં લોકોનું માનવું છે કે નટ્સ શરીરનું વજન વધારે છે. બદામ, અખરોટ, એપ્રીકોટમાં હેલ્ધઈ ફેટ અને સારું કોલેસ્ટ્રોલ હોય છે. એક મુઠ્ઠી બદામ ખાવાથી ભૂખ કન્ટ્રોલ થશે અને તમારું પેટ ભરાઇ જવાથી તમે અન્ય ભોજન લેવાનું ટાળશો.
 
5. ઇંડા - જો તમે માંસાહારી છો તો ઈંડા શરીરનું વજન ઘટાડવા માટે સંપૂર્ણ સક્ષમ છે. સવારના નાસ્તામાં ઈંડાનો સમાવેશ કરો, આનાથી તમારું પેટ ભરાઇ જશે. તમે ઇચ્છો તો તેને ઉકાળીને ખઆઇ શકો છો કે પછી લો ફેટ ઓઇલમાં પણ બનાવી શકો છો. આ સિવાય તેને સ્કિમ્ડ મિલ્કમાં નાંખીને પીવાથી વધારાનું વજન ઓછું થશે.