શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (10:57 IST)

જન્માષ્ટમી પર બનતી ધાણાની પંજરીના આ 5 ફાયદા જાણો છો તમે?

જન્માષ્ટમીના અવસર પર ભોગ માટે ખાસ રીતે બનાવતી ધાણાની પંજરી ખાવામાં તો સ્વાદિષ્ટ હોય છે, આરોગ્ય માટે પણ તેટલીજ ફાયદાકારી હોય છે. જો તમને ખબર નહી હોય તો જાણો તેના આ 5 સરસ ફાયદા 
1. ધાણાને ઘીમાં શેકીને મિશ્રી સાથે મિક્સ કરી બનતી આ પંજરી મગજમાં તરાવટ, મગજ સંબંધી સમસ્યાઓ માટે ફાયદકારી છે અને આ મગજને ઠંડુ રાખી તેની કાર્યક્ષમતાને વધારે છે. 
2. સાંધાના દર્દીઓ માટે ધાણાની પંજરી ખૂબ ફાયદાકારી હોય છે. દરરોજ આ પંજરીનો સેવન જલ્દી જ તમને ગઠિયાના રોગથી છુટકારો આપવામાં મદદ કરશે. 
 
3. આંખ માટે આ ફાયદાકારી છે. આંખની રોશની વધારવા માટે નિયમિત રૂપથી પંજરીનો સેવન કરવું લાભપ્રદ છે. તેનાથી આંખ સ્વસ્થ રહે છે. 
 
4. ચક્કર આવવાની સમસ્યા માટે ધાણાની પંજરી એક રામબાણ ઈલાજ છે. જો તમેન ચક્કર આવવાની સમસ્યા હોય, તો દરરોજ આ પંજરીને ચાવી ચાવીને ખાવું અને અસર જુઓ. 
 
5. પાચન માટે ધાણા ચાવવું લાભદાયક છે. આ પાચન તંત્રને સરસ કરવાની સાથે સાથે ગેસ અને અપચ જેવી સમસ્યાઓથી છુટકારો આપે છે.