પૌરાણિક કથા અને ઈતિહાસનો રસપ્રદ સમન્વય છે 'મેલુહા'

વેબ દુનિયા|

P.R
શુ છે મેલુહાના મૃત્યુંજયમાં ?

આ કોઈ નીરસ પૌરાણિક કથા નથી, પરંતુ એક સુંદર કલ્પનાથી દેવોના દેવ મહાદેવને વાસ્તવિક રૂપમાં દર્શાવવાનો પ્રયત્ન છે. આ વાર્તા એક પ્રાચીન દેશ મેલુહાની છે, જે સદીઓ પહેલા ભગવાન રામ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી.

'સૂર્યવંશિયા'ની આ ભૂમિ અને સરસ્વતી નદીને 'ચંદ્દ્રવંશી' એક શ્રાપિત 'નાગા'ની સાથે મેળવીને તબાહ કરવા માંગે છે. અહીના રાજા દક્ષ શિવ અને તેમની જનજાતિ 'ગુનાસ'ના ચંદ્રવંશિયો વિરુદ્ધ યુદ્ધમાં મદદ કરવા માટે આમંત્રણ આપે છે.
મેલુહાના લોકો પોતાના આ બળશાળી રક્ષકને નીલકંઠનું નામ આપે છે, કારણ કે સોમરસ પી લેવાથી શિવનું ગળુ ભૂરાશ પડતુ થઈ જાય છે. શિવની આ યાત્રા પરાક્રમને પરિભાષિત કરવા ઉપરાંત તેમને પોતાના જીવનના લક્ષ્ય અને એક નવા રહસ્ય તરફ લઈ જાય છે. યુદ્દ અને તેનો અચંબામાં નાખી દેનારો અંત આગામી પુસ્તકમાં રજૂ થશે. રહસ્ય અને રોમાંચથી ભરપૂર શિવના આ માનવરૂપની અનોખી વાર્તાના આ ઉપન્યાસમાં વાંચવા મળે છે.
જ્યારે જ્યારે અધર્મ ચારે કોર છવાય જાય, વિજયની કોઈ આશા ન જણાય, શત્રુ હવે જીતીજ ગયો છે એવુ લગે ત્યારે ઉભરશે એક મહાન તારણહાર.

શુ તિબેટથી આવેલો બરછટ, શરીર પર ઠેર ઠેર જખમો ધરાવતો શિવ જ છે એ મહાનાયક ?

શુ એને મહાનાયક બનવાની જરાય ઈચ્છા છે ખરી ?
શુ ફરજ અને પ્રેમિકાને લીધે નિયતિ જેને અહી દોરી લાવે છી શિવ સૂર્યવંશીઓના પ્રતિઆક્રમણની આગેવાની લેશે ? અશુભનો નાશ કરશે ?

કર્મ જેને મહાદેવ - આપણા લાડીલા ઈશ્વર - બનાવે છે એ શિવ વિશેના ત્રણ પુસ્તકોની શ્રેણીનું આ પહેલુ પુસ્તક છે.


આ પણ વાંચો :