મારી શુ ભૂલ ?

N.D
વાત ખૂબ જ વધી ગઈ હતી. હું નહોતો ઈચ્છતો કે આ વાત મારા ઘર સુધી પહોંચે. હુ કોઈ પણ રીતે આ વાત અહી જ રોકી દેવા માંગતો હતો, પણ મોહલ્લો હતો કે તેને ફેલાવવા પર માંગતો હતો. મને તો મારી ભૂલ પણ લોકોએ જ બતાવી હતી. જો કે હુ હજુ સુધી એમા મારી કોઈ ભૂલ છે એવુ માની શક્યો નહોતો

મારી સાથેના છોકરાઓ મને આશિક કહીને બોલાવવા લાગ્યા હતા, છોકરીઓ મને જોઈને હસવા લાગી હતી. પોતાની જાતને ઊંચા અને સમજદાર સમજનારા લોકોએ કહ્યુ 'આને બીજી કોઈ ક્યા મળશે ? છેવટે પિતાજી પણ પૂછી જ લીધુ કે વાત શુ છે ? મેં ગભરાતા-ગભરાતા કહ્યુ કોઈ પણ વાત નથી. ગયા રવિવારે જયારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયુ હતુ તો એક આંધળી છોકરીનો હાથ પકડી તેને બસ સ્ટેંડથી ઘર સુધી છોડી આવ્યો હતો.
'જે થયુ તે થઈ ગયુ, બીજી વખત આવી ભૂલ ન કરતો' પિતાજીએ ઠપકો આપતા કહ્યુ.
વેબ દુનિયા|
ભૂલ શુ' હુ કાંઈક પૂછવા માંગતો હતો, પણ પિતાજી ગુસ્સામાં રૂમની બહાર જતા રહ્યા હતા.


આ પણ વાંચો :