શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: મંગળવાર, 9 એપ્રિલ 2019 (12:15 IST)

કોકોનટ ભિંડા મસાલા બનાવશે તમારું ડિનર સ્પેશલ

ભિંડા એક એવું શાક છે જેને દરેક કોઈ ખૂબ પસંદ કરે છે. જો તેને યોગ્ય રીતે બનાવીએ તો આ ખૂબ સારી લાગે છે. તો શું તમે ક્યારે કોકોનટ એટલે કે નારિયળની સાથે ભિંડા બનાવ્યું છે. 
સામગ્રી
1 વાટકી ભિંડા (સમારેલા)
1/2 કપ નરિયળ( છીણેલું) 
1 ડુંગળી(સમારેલી) 
1 ટમેટા( સમારેલું) 
1 ચમચી લસણ 
1/2 ચમચી રાઈ 
1/2 ચમચી મેથી દાણા 
1/2 ચમચી હળદર 
1/2 ચમચી લાલ મરી પાઉડર 
1 ચમચી કાળા અડદની દાળ 
1 ચમચી આખા ધાણા 
2 સૂકી લાલ મરચાં 
6-7 લીમડા 
2 ચમચી આમલીનો પેસ્ટ 
મીઠું સ્વાદપ્રમાણે 
તેલ જરૂરતપ્રમાણે 
પાણી જરૂરતપ્રમાણે 
 
વિધિ-
-સૌથી પહેલા મધ્યમ તાપ પર પેનમાં તેલ ગરમ કરો. 
- તેલ ગરમ થતા તેમાં રાઈ, મેથી દાણા અને કાળી અડદની દાળ નાખી થોડી વાર સુધી શેકવું 
- હવે તેમાં આખા ધાણા, સૂકી લાલ મરચાં અને મીઠું નાખી સારી રીતે સંતાળવું. 
- હવે તેમાં લીમડા અને નારિયળ નાખી શેકવું અને તાપ બંદ કરી નાખો. 
- હવે એક મિક્સરમાં નાખી આમલીના પેસ્ટની સાથે વાટી લો. 
- મધ્યમ તાપમાં એક પેનમાં તેલ ગરમ કરો. 
- ગરમ તેલમાં ડુંગળી અને લસણ નાખી  સંતાળો. 
- તેના સંતાડ્યા પછી ટમેટા નાખી 2-3 મિનિટ સંતાળવું 
- હવે તેમાં ભિંડા નાખો અને સારી રીતે મિક્સ કરો. 
- શાકને ઢાકીને આશરે 5 મિનિટ સુધી રાંધવું. 
- પછી તેમાં હળદર પાઉડર, લાલ મરચા પાઉડર, મીઠું અને વાટેલું પેસ્ટ નાખી મિકસ કરો. 
- થોડું પાણી નાખી તેને ઢાકીને ફરીથી 5 મિનિટ સુધી રાંધવું અને તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે કોકોનટ ભિંડા મસાલા. ગરમગરમ પરાઠાની સાથે સર્વ કરો.