શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (17:33 IST)

ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ્સ – 2017માં જેકી શ્રોફ અને અમિષા પટેલ હાજરી આપશે

ગુજરાતી ફિલ્મો બનાવનાર નિર્માતાઓ અને નિર્દેશકો નવા-નવા વિષયો પર આધારિત ફિલ્મ  બનાવવા અને તેને રિલીઝ કરવા બહુ જ ઉત્સાહી અને પ્રખર થયા છે ત્યારે ગુજરાતી આઈકોનિક ફિલ્મ એવોર્ડ્સ - ૨૦૧૭ એ કવોલીટી માર્ક દ્વારા ગુજરાતી ભાષા અને ગુજરાતી ફિલ્મો ને પ્રોત્સાહિત કરવા નવી પહેલ કરેલ છે, જે  વિવિધ પરિમાણો પર આધારિત છે.  વર્ષ 2016માં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને પ્રોત્સાહન મળે અને ગુજરાતી કલાકારોની પ્રતિભાને નવાજવા માટે હેતલભાઈ ઠકકર અને અરવિંદ વેગડાએ ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સનું આયોજન કર્યું હતું. તેમનો મુખ્ય ઉદેશ્ય એ જ હતો કે ગુજરાતી ફિલ્મોને પણ હિન્દી તથા અન્ય પ્રાદેશિક ભાષાની ફિલ્મો જેટલો જ પ્રતિસાદ અને પ્રેમ વિશ્વભરમાં વસવાટ કરતા ગુજરાતીઓ પાસેથી મળે અને વધુ ને વધુ ગુજરાતી ફિલ્મો જોવાય.  

જીફા ના પ્રેસિડેન્ટ  હેતલ ભાઇ ઠકકર અને વાઇસ પ્રેસિડેન્ટ અરવિંદ ભાઈ વેગડાએ જણાવ્યું હતું કે  છેલ્લા અમુક વર્ષો માં ગુજરાતી ફિલ્મો ને અદભુત સફળતા મળ્યા પછી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગોની પરિસ્થિતિ માં બદલાવ જોવા મળ્યો છે. આજકાલ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ મજબૂતીથી અને સફળતા પૂર્વક   આગળ વધી રહ્યો છે, ત્યારે જીફા તેને વધુ પ્રોત્સાહન અને બળ પૂરું પાડવાનું કામ કરી રહ્યું છે. ગયા વર્ષે યોજાયેલ એવોર્ડ ફન્કશનમાં કુલ 47 ફિલ્મોની એન્ટ્રી આવેલી જે આ વર્ષે વધીને 61નો આંકડો વટાવી ગઈ છે એ જ જીફાની સફળતાનું ઉદાહરણ છે. આ વર્ષે જીફા ફન્કશનમાં નાના-મોટા દરેક ક્ષેત્રે ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલ  25000થી પણ વધુ લોકો સામેલ થશે તેવી ખાતરી છે. 

આ વર્ષે કુલ 61 ફિલ્મોની ઓફિશિયલ એન્ટ્રી આવેલ છે જેમાંથી જ્યુરી મેમ્બર્સએ 58 ફિલ્મનો જોઈ છે અને 27 ફિલ્મોને એક કરતા વધુ કેટેગરીમાં નોમિનેટ કરાઈ છે. ઉપરાંત આ વર્ષે નવી પ્રતિભાને પ્રોત્સાહિત કરવા "ડેબ્યુ મેલ" તથા "ડેબ્યુ ફિમેલ" એમ 2 નવી  કેટેગરીનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. આ વર્ષે જીફા -૨૦૧૭ આગામી ૬ જાન્યુઆરીએ ટ્રાન્સસ્ટેડીઆ ખાતે યોજાશે જેમાં ગુજરાતી તથા હિન્દી  ફિલ્મ ઇન્ડ્સ્ટીના દિગ્ગજો - ઉમેશ શુક્લ, અરવિંદ રાઠોડ, અરવિંદ જોશી,  હિતેન કુમાર, મનોજ જોશી,દર્શન જરીવાલા, અમિષા પટેલ , સુપ્રિયા પાઠક, ભૂમિ ત્રિવેદી , સચિન-જીગર , ઐશ્વર્યા મજુમદાર, જેકી શ્રોફ, વિક્રમ ઠાકોર, સૌમ્ય જોશી , દિપક ઘીવાલા તથા રાગિણી શાહ હાજરી આપશે.