આમળાનું એક ગ્લાસ જ્યુસ પીવાથી થાય છે અગણિત ફાયદા

Last Updated: સોમવાર, 4 ડિસેમ્બર 2017 (15:35 IST)
આપણે આ વાતને તો સારી રીતે જાણીએ છીએ કે જો આરોગ્યને સારુ રહેશે ત્યારે જ આપણે કામ પર અને
પરિવારના આરોગ્ય પર ધ્યાન આપી શકીએ છીએ. દિવસની સારી શરૂઆત એક ગ્લાસ આમળાના જ્યુસ સાથે
કરવામાં આવે તો આખો દિવસ સ્ફૂર્તિ ભરેલો રહી શકે છે. સવારે ખાલી પેટ પીવાથી શરીર સાથે જોડાયેલ અનેક પરેશાનીઓથી રાહત મેળવી શકાય છે.

1. ગેસની સમસ્યા - આજકાલ લોકો મોટાભાગે બહારનુ જમવાનુ જમે છે. જેવા કે જંક ફૂડ મસાલાવાળો ખોરાક
જેનાથી પેટમાં ગેસની સમસ્યા થઈ જાય છે. આમળાનુ જ્યુસ પીવાથી આ પરેશાનીથી છુટકારો મેળવી શકાય છે. આમળામાં અનેક પ્રકારના શક્તિશાળી એંટી ઈફ્લેમેટરી અને એંટી-ઓક્સીડેંટ જોવા મળે છે. સાથે જ આ પેટના ટૉક્સિક લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે. જેનાથી પેટમાં થનારા દુ:ખાવો અને અન્ય સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.

2. શરદી તાવમાં રાહત - આમળામાં ઘણા બધા ઔષધીય ગુણ જોવા મળે છે. જેનાથી શરદી તાવ જેવી બીમારીઓ નિકટ નથી આવતી

3. વાળ માટે લાભકારી - આમળાના જ્યુસનુ રોજ સેવન તમારા વાળ માટે વારદાન છે. આ વાળને ઝડપથી
વધારવા સાથે જ તેમને મજબૂત અને કાળા બનાવી રાખે છે.


આ પણ વાંચો :