શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By
Last Updated : શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2019 (09:58 IST)

નવરાત્રીમાં કરી રહ્યા છો વ્રત -ઉપવાસ, તો લો આ હેલ્દી ફરાળી

નવરાત્રી શરૂ થઈ રહી છે . આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે , તો ફળાહારમાં કઈક એવા લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય . 
 
મૌસમી - વ્રતના આ મૌસમમાં સંક્રામક રોગ થતા રહે છે. એ દ્રષ્ટિએ વિટામિન સી ભરપૂર લેવુ જોઈએ.  વિટામિન સી  મૌસમી સંક્રમણથી બચાવે છે. 
 
કેળા- કેળા એનર્જી બૂસ્ટરનુ કામ કરે છે. અને વ્રતમાં થાક થતા બચાવે છે. 
 
પપૈયુ- વ્રતના સમયે આ ફળ ખાવાથી પેટ સાફ થઈ જાય છે અને વ્રતમાં ગેસની તકલીફથી બચાવે  છે. 
 
બટાટા- બાફેલા કે શેકેલા બટાટા પોટેશિયમના પ્રભાવી સ્ત્રોત છે. અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે. 
 
છાશ- પાણીની ઉણપ ન થાય એના માટે સિંધાલૂણ નાખી છાશ પીવો . જે લોકો બલ્ડ પ્રેશર કે કેંસરથી ગ્રસિત છે એના માટે આ ફાયદાકારી છે. 
 
સાબૂદાણા- સાબૂદાણા શરીરમાં એકત્ર થયેલ વધારાનું પાણી કાઢવના કામ કરે છે. આ કિડનીની સફાઈ પણ કરે છે. 
 
કૂટ્ટૂ- એના લોટથી શીરો, દલિયા કે ખીર સરળતાથી પચી જાય છે . અને ઉપવાસમાં પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે. પણ એને રાંધવા માટે ઘી નો  પ્રયોગ ન કરવો નહી તો આરોગ્યને નુકશાન થશે. 
 
નારિયળ પાણી- આ શરીરમાં વ્રતના સમયે ઈલેક્ટ્રોલાઈટ અસંતુલનને ઘટાડવાનું કામ કરે છે.