બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2024
Written By
Last Modified: સોમવાર, 6 મે 2024 (13:45 IST)

ભારતના પૂર્વ ખેલાડી હરભજન સિંહની આલોચના કરી છે. ધોની પંજાબ વિરુદ્ધ રમાયેલ મેચમાં શૂન્ય પર આઉટ થઈ ગયા.

Harbhajan Singh
આઈપીએલ 2024માં રવિવારે પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ આ મેચ જીતી હતી. તેણે આ મેચમાં પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સે ટોપ 4 માટે પોતાનો દાવો વધુ મજબૂત કર્યો છે. આ મેચ પછી ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કપ્તાન એમએસ ધોનીને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.  આ મુકાબલામાં પહેલી જ બોલ પર આઉટ થઈ ગયા. જોકે તેમના ગોલ્ડન ડકને લઈને તેમની આલોચના કરવામાં આવી રહી છે. જો કે કોઈ અન્ય કારણથી તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ભારતના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે પણ આ મુદ્દાને લઈને તીખી પ્રતિક્રિયા આપી છે. 
 
ઉલ્લેખનીય છે કે પંજાબ કિંગ્સ વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પહેલા બેટિંગ કરતા ખૂબ મુશ્કેલીમાં જોવા મળી હતી. ત્યાર પણ ચેન્નઈ સુપર કિંગ્સે એમએસ ધોનીને ખૂબ નીચલા ક્રમે બેટિંગ કરવા માટે મોકલ્યો. ધોની આ મેચમાં 9મા નંબર પર બેટિંગ કરવા આવ્યા હતા. ધોની પહેલા બેટિંગ કરવા માટે મિચેલ સેંટનર અને શાર્દુલ ઠાકુર આવ્યા હતા.  તેથી હરભજન સિંહે સવાલ ઉભો કર્યો છે. 
 
શુ બોલ્યા હરભજન સિંહ 
હરભજન સિંહ સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યુ કે એમએસ ધોની જો નવમા નંબર પર બેટિંગ કરવા માંગે છે તો તેમણે રમવુ જ ન જોઈએ. તેના કરતા સારુ રહેશે કે કોઈ ઝડપી બોલરને પ્લેઈંગ ઈલેવનમાં લેવામાં આવે. તેઓ નિર્ણય લેનારા વ્યક્તિ છે અને તેમને બેટિંગ માટે નહી આવીને પોતાની ટીમને નિરાશ કરી છે. ઠાકુર ક્યારેય પણ ધોની જેવા શોટ નથી રમી શકતા અને મને સમજાતુ નથી કે ધોનીએ આ ભૂલ કેમ કરી. તેની મંજુરી વગર કશુ થતુ નથી અને હુ આ માનવા તૈયાર નથી કે તેની નીચે બેટિંગ કરવાનો આ નિર્ણય કોઈ બીજાએ લીધો હશે.  ધોની એક તો ખૂબ નીચે બેટિંગ કરવા માટે આવ્યા અને બીજી બાજુ તેમને હર્ષલ પટેલે યોર્કર નાખીને 0 ના સ્કોર પર આઉટ કર્યા. 
 
 કેવી રહી મેચ 
 ધર્મશાલામાં બંને ટીમો વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. આ દરમિયાન CSK માટે રવિન્દ્ર જાડેજાએ 26 બોલમાં 43 રનની ઇનિંગ રમી હતી. પંજાબ કિંગ્સ તરફથી હર્ષલ પટેલ અને રાહુલ ચાહરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. બીજી બાજુ રન ચેઝ કરવા દરમિયાન પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 139 રન જ બનાવી શકી. પંજાબ સામે જાડેજાએ બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 20 રનમાં 3 વિકેટ લીધી હતી. આ જીતે CSKને 11 મેચમાં છ જીતથી 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નંબર 3 પર પહોંચાડી દીધું.