એક નવતર પ્રકારનુ ડિજિટલ લર્નીંગ: કેડીલા દ્વારા વોટ્સ એપ્પનો ઉપયોગ કરીને ભણતરને પ્રોત્સાહન

અમદાવાદ:| Last Modified શનિવાર, 27 જુલાઈ 2019 (21:09 IST)
એક સમયે વૈભવશાળી ગણાતુ વોટ્સ એપ્પ આજકાલ
રોજબરોજના જીવનમાં આવશ્યકતા બની ગયું છે.
'ગુડ મોર્નીંગ'ના સંદેશા ઉપરાંત લોકો હવે તેની મારફતે નોંધ અને આવશ્યક માહિતીની આપ-લે પણ કરે છે. પરંતુ આ બધુ હજૂ વ્યક્તિગત ઉપયોગ પૂરતુ મર્યાદિત રહ્યું છે.
એક અનોખી સંસ્થાએ
વોટ્સ એપ્પનો ઉપયોગ પોતાના કર્મચારીઓ સાથે જોડાવા માટે
અને પોતાના શ્રમ દળ (વર્કફોર્સ) ને તાલિમ માટે ચાલુ
કર્યો
છે.

કેડીલા ફાર્માસ્યુટિકલ્સની લર્નીંગ અને ડેવલપમેન્ટ (L &D)ટીમે જાન્યુઆરી 2019માં તેના તાલિમ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. આ તાલિમનો હેતુ નવા યુગના સાધનોનો ઉપયોગ કરીને
તેમના ફીલ્ડમાં કામ કરતા કર્મચારીઓમાં ગ્રાહકલક્ષી અભિગમના પેદા કરવાનો હતો. કંપનીએ આ માટે
ક્લાસરૂમ ટીંચીગ અને
એક સાધન તરીકે વોટ્સ એપ્પના ઉપયોગથી
મિશ્ર ઉપયોગ વડે ઈ-લર્નીંગની શરૂઆત કરી.


તાલિમ કાર્યક્રમની શરૂઆત જાન્યુઆરીમાં આમને-સામને ચર્ચાથી થઈ હતી અને એ સમયે લર્નીંગ અને ડેવલપમેન્ટ ટીમે
10 દિવસમાં 13 સ્થળોએ 1999 કર્મચારીઓને તાલિમ આપી હતી. તાલિમ કાર્યક્રમના
બાકીના હિસ્સા માટે કંપનીની 7 માનવ સંસાધન
અને L &D ટીમે 15 વોટ્સ એપ્પ ગ્રુપની રચના કરી. તે પછી સેલ્ફી, ઓડીયો અને વિડીયો ક્લીપની સાપ્તાહિક
ઝુંબેશ મારફતે
લર્નીંગ એપ્લીકેશનના ઉપયોગની ખાતરી રાખવામાં આવી હતી. એમાં ગ્રુમીંગ, ઈન્ટરપર્સનલ સ્કીલ્સ
અને સંદેશા વ્યવહારની આપ-લે (Communication) શિખવવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો.

આ ટોચની ફાર્મા કંપની એક નિવેદનમાં જણાવે છે કે

" અમારા સાથીઓમાં આ ભણતર અપનાવવાનુ પ્રમાણ 40 ટકા જેટલુ જોવા મળ્યુ છે, જે સામાન્ય સંજોગોમાં
20 થી 25 ટકા જેટલુ જોવા મળતુ હોય છે. અભ્યાસમાં સામેલ થતા કર્મચારીઓ ઉપર L &D ટીમ સાપ્તાહિક ધોરણે ધ્યાન રાખતી હતી. સાતત્ય, ગુણવત્તા અને સક્રિય સામેલગીરીને આધારે સૌથી વધવ ગુણ મેળવનાર 5 કર્મચારીઓને ઈનામ આપવામાં આવતુ હતુ અને બાકીના લોકોને
બીજી ફેસ-ટુ ફેસ મીટીંગમાં આવરી લેવામાં આવતા હતા.

તાલિમના પ્રથમ તબક્કાની સફળતા પછી કંપનીએ
એપ્રિલમાં ગ્રાહકોને સારી રીતે જાણવાનો બીજો પ્રયાસ હાથ ધર્યો. આ વખતે 12 સ્થળોએથી 1842 કર્મચારીઓ પસંદ કરવામાં આવ્યા. વધુ 275 કર્મચારીઓને ઝૂમ વેબીનાર મારફતે તાલિમ આપવામાં આવી.
તાલિમ પછી સાપ્તાહિક વોટ્સ એપ્પ ઝુંબેશ અને ટ્રેકીંગની પ્રક્રિયા
હાથ ધરવામાં આવી. આ તાલિમને પરિણામલક્ષી બનાવવા માટે અને બહેતર આયોજનની સુવિધા માટે
સાપ્તાહિક ઝુંબેશમાં ગ્રાહકો સાથેની વાતચિતની સકસેસ સ્ટોરીઝનો પણ ઉમેરો કરવામાં આવ્યો.

કેડીલાએ એ પછી જુલાઈમાં ત્રીજો પ્રયાસ હાથ ધર્યો. એમાં કર્મચારીઓને
ગ્રાહકો સાથે બહેતર રીતે જોડવા તરફ ધ્યાન આપવામાં આવ્યું છે. આ નવા કાર્યક્રમમાં 6 દિવસમાં 7 સ્થળોના 2300 કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે.

કંપની જણાવે છે કે " હવે પછી મેનેજર્સ મારફતે ઓન-જોબ કોચીંગ પૂરૂ પાડવામાં આવશે અને વોટ્સ એપ્પ ઝુંબેશ
વર્ષના અંત સુધી ચાલુ રાખવામાં આવશે."

દુનિયામાં હાલમાં
કર્મચારીઓમાં ખૂબ જ આધુનિક
પ્રોગ્રામ તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે વોટ્સ એપ્પ જેવા એક સરળ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો તે એક અદભૂત
ઉપાય બની રહે છે, અને એના માટે મૂડી કે નાણાંકિય રોકાણની પણ જરૂર પડતી નથી. કડીલાએ એક નવતર વિચારણા મારફતે
એક
અનોખી પધ્ધતીનો ઉપયોગ કર્યો છે.


આ પણ વાંચો :