રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: શનિવાર, 13 એપ્રિલ 2019 (14:21 IST)

સીએમ રૂપાણીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની મિમિક્રી કરી

મેઘરજ ખાતે સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડ માટે પ્રચાર અર્થે આવેલા મુખ્યમંત્રી રૂપાણીએ મંચ પરથી પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘની મિમિક્રી કરી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન વિશે એવું નિવેદન પણ આપ્યું હતું કે મનમોહનસિંહ એટલું ધીમું બોલતા ત્યાં સુધીમાં ત્રાસવાદી ધમકા કરીને નીકળી જતા રૂપાણીએ મંચ પરથી કહ્યું,“ મરદની મૈયતમાં જવાય નમાલા લોકો ભેગું ન જવાય.  હમ દેખતે હે.. હમ સોચતે હે.. મનમોહનસિંઘ આવું ધીમું ધીમું બોલતા ત્યાં તો બીજા ધડાકા થઈ ગયા હોય. આ ત્રાસવાદીઓ આલ્યા માલ્યા જમાલ્યાઓ આપણનેટાપલા મારતા ગ્યા. તમારી આ હિમ્મતવગરની નીતિઓના કારણે તેમનું જોર વધતું ગયું.”

વિજય રૂપાણી પાછળા ઘણા દિવસોથી રાજ્યભરમાં એવા નિવેદનો આપી રહ્યાં છે, કે જો ભાજપ હારશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટસે અને કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં અરવલ્લીના જિલ્લા કોંગ્રેસ મંત્રી કનુભાઈ ઠાકોરે ભાજપમાં જોડાયા હતા. મેઘરજમાં સીએમ રૂપાણીની ઉપસ્થિતીમાં કોંગ્રેસના 8 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.