જાણો વાઘ જ કેમ છે મા દુર્ગાની સવારી(see Video)

Last Updated: બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (16:36 IST)
હિન્દુ ધર્મમાં દરેક ભગવાન જુદા જુદા જાનવરોની સવારી કરે છે. જેવી ભગવાન વિષ્ણુનુ વાહન ગરુડ, ભગવાન ગણેશનુ વાહન ઉંદર તો મા દુર્ગાનુ વાહન વાઘ છે. શુ તમને ખબર છે કે મા અંબે વાઘ પર જ કેમ સવારી કરે છે ? તેની પાછળ એક પૌરાણિક કથા છે. એવુ કહેવાય છે કે મા દુર્ગાએ ભગવાન શિવને મેળવવા માટે અનેક વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી.

એવુ કહેવાય છે કે અનેક વર્ષો સુધી તપસ્યા કરવાથી મા શ્યામ પડી ગયા હતા. આ કઠોર તપસ્યા પછી શિવ અને પાર્વતીનો વિવાહ થઈ ગયો. જ્યારબાદ તેમણે સંતાનના રૂપમાં કાર્તિકેય અને ગણેશની પ્રાપ્તિ થઈ. પૌરાણિક કથા મુજબ ભગવાન શિવ સાથે લગ્ન કરવાના એક દિવસ પછી જ્યારે શિવ-પાર્વતી સાથે બેસ્યા હતા ત્યારે ભગવાન શિવે પાર્વતી સાથે મજાક કરતા તેમને કાળી કહી દીધુ. જેનાથી માતા નારાજ થઈ ગયા અને વનમાં જઈને તપસ્યા કરવા લાગ્યા. એક દિવસ વનમાં એક ભૂખ્યો-તરસ્યો વાઘ આવી ગયો, અને મા પાર્વતીને તપસ્યા કરતા જોઈને ત્યા જ બેસી ગયો.

થોડા સમય પછી શિવજીએ મા ની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને ગોરા થવાનુ વરદાન આપ્યુ. જ્યારે માતાએ આંખ ખોલી તો તેમને જોયુ કે એક વાઘ તેમની સમક્ષ બેસ્યો છે. પાર્વતીજીએ ત્યાર વિચાર્યુ કે તેમની સાથે સાથે આ વાઘે પણ કઠન તપસ્યા કરી છે. જ્યારબાદ માતાએ તેમને પોતાનુ વાહન બનાવી લીધુ.

આ આલેખમાં આપવામાં આવેલ માહિતીઓ ધાર્મિક આસ્થાઓ અને લૌકિક માન્યતાઓ પર આધારિત છે. જેને માત્ર સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત કરવામાં આવી છે.


આ પણ વાંચો :