આખા અનાજ, ફળ, શાકભાજી વગેરેનું સેવન કેટલીયે તકલીફોમાં રાહત પહોચાડે છે. આવો જાણીએ કેવી રીતે.
ડિપ્રેશન : વિટામીન ફોલેટ તેમજ ફોલિક એસિડ અથવા વિટામીન બી-6ની ઉણપથી ડિપ્રેશન જેવી તકલીફો જોડાયેલી છે. જો તમે તેને તમારા ભોજનમાં સમાવેશ કરો ઘણી હદ સુધી ડિપ્રેશનના સ્તરને ઓછો કરી શકાય છે. ઘઉંના ફાડા, સંતરા તેમજ લીલા પાંદડાવાળી શાકભાજી આના સ્ત્રોત છે. આ સિવાય ઓમેગા-3 ફેટ્સનું સેવન પણ ડિપ્રેશનને ઓછુ કરવામાં મદદ કરે છે.
હાઈબ્લડ પ્રેશર : હાઈબ્લડ પ્રેશરના દર્દીઓએ ભોજનમાં વધારે પડતાં મીઠાનો ઉપયોગ કરવો નહિ. જો કે ફળ અને શાકભાજીમાં રહેલ પોટેશિયમ શરીરમાં વધારે પડતાં મીઠાના પ્રભાવને પણ સંતુલિત કરે છે તેથી તેમણે વધારેમાં વધારે ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. આ જ રીતે મેગ્નેશિયમ અને કેલ્શિયમ પણ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેથી કરીને ખાવામાં આના સ્ત્રોત આખા અનાજ, કોળુ, મગફળી તેમજ માવાવાળા ફળોનો સમાવેશ કરવો જોઈએ.