ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : ન્યુટ્રિશન્સ માટે કયા શાકભાજી ખાશો ?

P.R
જરૂરી નથી કે મોંઘા ફળોમાંથી જ ન્યુટ્રિશન મળે. એવા ઘણાં શાકભાજી છે જે સસ્તા છે અને તમને જરૂરી ન્યુટ્રિશન્સ આપી શકે છે. આવો જાણીએ આ વિષે...

જાણકારી ન હોવાને લીધે આપણે ઘણીવાર કંઇપણ ખાઇ લઇએ છીએ. કઇ વસ્તુ શરીર માટે કેટલી જરૂરી છે અને કેટલી નુકસાનકારક, તેની આપણને જાણકારી નથી હોતી. અમે અહીં તમને રૂટીનમાં ખાવામાં આવતી કેટલીક એવી વસ્તુઓ વિષે જાણકારી આપીએ છીએ જે તમારા સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક હોય છે.

સૂરણ - સૂરણમાં વધુ માત્રામાં સ્ટાર્ચ હોય છે. તમે તેની જગ્યાએ બટાકા પણ ખાઇ શકો છો. તમને જણાવી દઇએ કે બટાકા, સૂરણમાં સ્ટાર્ચ અને કેલરીનું પ્રમાણ લગભગ સરખું હોય છે. નિષ્ણાતો અનુસાર ઉલટીની સમસ્યા સર્જાતા સૂરણ ખાવું બહુ ફાયદાકારક રહે છે. તેમાં કેટલાંક એવા તત્વો હોય છે જે તમને કેન્સર સામે પણ બચાવે છે, પણ આ ક્ષમતા બટાકામાં નથી હોતી.

લીલી ડુંગળી - ડુંગળી વિટામિન સીનો સારો સ્રોત છે. જો તમે તે ખાવા નથી ઇચ્છતા તો લીલા પાંદડાવાળા શાકભાજી, ઘઉંની બ્રેડ, બ્રાઉન રાઇસ જેવી વસ્તુઓ પર પસંદગી ઉતારી શકો છો. તેમાં ફાઇબરનું પ્રમાણ પુષ્કળ હોય છે. વિટામિન સી મેળવવા માટે તમે ટામેટાં, સ્વીટ લાઇમ, નારંગી, કોબીજ ખાઇ શકો છો.

પાલક - પાલકમાંથી તમને ફાઇબર અને પોટેશિયમ વધુ માત્રામાં ળી રહે છે અને તે સસ્તું પણ હોય છે. પાલક જેવા જ પોષક તત્વો બીજા કોઇમાંથી મળવા મઉશ્કેલ છે, પણ તમે ઇચ્છો તો તેની જગ્યાએ ફુલાવર, પરવર, દૂધીના ઓપ્શન પસંદ કરી શકો છો. પાલકની જેમ જ તેમાં પણ પુષ્કળ ફાઇબર્સ હોય છે. પોટેશિયમ મેળવવા માટે તમે તમારા ભોજનમાં આંબલી નાંખો. આંબલી સસ્તી અને સ્વાસ્થ્યવર્ધક હોય છે.

ગાજર અને મેથી - ગાજર વિટામિનનો સારો સ્રોત છે. જો તમને તે ખાવા પસંદ નથી તો અન્ય અનેક શાકભાદી છે જેમાંથી આ તત્વ સારી માત્રામાં મળી રહે છે. તેની જગ્યાએ તમે મેથી પર પસંદગી ઢોળીશકો છો. કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે મેથીનો ઉપયોગ ફાયદાકારક હોય છે. આ સિવાય મેથી પાચન, પેટના ઇન્ફેક્શન, મોઢાના ચાંદા, ડાયાબીટિઝ વગેરેમાં અત્યંત ફાયદાકારક હોય છે. ગર્ભાવસ્થા દરમિયાન તેનું સેવન કરવાથી માતા અને બાળક બંનેને ફાયદો થાય છે.

લીંબુ - તેમાં વિટામિન સીની સારી માત્રા હોય છે. લીંબુના નિયમિત સેવનથી ત્વચા અને વાળમાં ચમક આવે છે. તેમાં આયર્નની માત્રા પણ પુષ્કળ હોય છ. જો તમે લીંબુ લેવા નથી ઇચ્છતા તો આંબળામાંથી પણ એટલી જ માત્રામાં વિટામિન સી મેળવી શકો છો. આંબળા લીંબુ કરતા સસ્તા હોય છે, પણ વિટામિન સીથી ભરપુર હોય છે. તેમાં આયર્ન અને એન્ટી-ઓક્સિડેન્ટ પુષ્કળ માત્રામાં હોય છે જે ઉંમર વધારતા રેડિકલ્સથી તમને બચાવી રાખે છે. તે ત્વચાને હાનિકારક ટોક્સિનથી બચાવે છે.

વટાણા - વટાણામાં પ્રોટીનની માત્રા ઘણી હોય છે. એવા બહુ ઓછા શાકભાજી છે જેમાં એટલું પ્રોટીન હોય છે. આ સિવાય દૂધ, ટોફુ, દહીં અને સોયા પ્રોટીનના સારા સ્રોતો છે.