ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. આરોગ્ય
  4. »
  5. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

હેલ્થ કેર : ડાયાબીટિઝના દર્દીઓને ઊંઘ ન આવવાના કારણો

P.R
એ તો સહુ જાણે છે કે ડાયાબીટિઝ આજકાલ ખતરનાક રૂપ ધારણ કરતું જઇ રહ્યું છે. મહાનગરોની સાથેસાથે આખો દેશ ડાયાબીટિઝના સકંજામાં આવી રહ્યો છે. ડાયાબીટિઝનો પ્રભાવ શરીર પર બહુ નકારાત્મક પડે છે. તે શરીરને આંતરિક અને બાહ્ય રૂપે બહુ નુકસાન પહોંચાડે છે. પણ કોઇને એ પ્રશ્ન પણ થઇ શકે કે ડાયાબીટિઝ તમારી ઊંઘને પ્રભાવિત કરી શકે? આ વિષે શું સત્ય છે તે જાણીએ...

- તમે જાણો છો તે રીતે ડાયાબીટિઝ દર્દીઓ પર નકારાત્મક પ્રભાવે પાડે છે અને આવામાં ઊંઘ પર પ્રભાવ પડવો સ્વાભાવિક છે.

- વાસ્તવમાં ડૉક્ટર્સ સહુને ઓછામાં ઓછું છ કલાક ઊંઘવાની સલાહ આપે છે અને બાળકોને ઓછામાં ઓછા આઠ કલાક ઊંઘવાની સલાહ આપવામાં આવે છે. પણ જ્યારે તમે દરરોજ કોઇ કારણોસર તમારી ઊંઘ પૂરી નથી કરી શકતા કે પછી છ કલાકથી ઓછું ઊંઘી રહ્યાં છો તો તેનું એક કારણ એ પણ હોઇ શકે કે તમે ડાયાબીટિઝના સકંજામાં આવી ગયા છો.

- સંશોધનોમાં પણ સાબિત થઇ ચૂક્યું છે કે જે લોકો દરરોજ ચારથી પાંચ કલાક ઊંઘે છે તેમને ટાઇપ ટુ ડાયાબીટિઝના સકંજામાં આવવાની સંભાવનાઓ વધુ રહે છે.

- જે લોકો ઊંઘ પૂરી નથી કરતા કે જે લોકોને રાતમાં વારંવાર ઊઠવું પડે છે કે જેમની ઊંઘ ખુલી જાય છે તેમનું ડાયાબીટિઝ વધી રહ્યું હોઇ શકે.

- વાસ્તવમાં જે લોકોને ડાયાબીટિઝ હોય છે તેમને ઘણીવાર પેશાબ માટે જવું પડતું હોય છે અને આ સમસ્યા રાતે પણ સતાવે છે. આવામાં વારંવાર ઊંઘ તૂટવાથી ઊંઘ પૂરી ન થાય તે સ્વાભાવિક છે.

- ઘણા લોકોને વધતા શુગરને લીધે ઊંઘ નથી આવતી કે પછી તેમના શરીરના કેટલાંક હિસ્સા જેવા કે કમરમાં, માથામાં વગેરે જગ્યાઓ પર પીડા થવા લાગે છે જેનાથી ડાયાબીટિઝના દર્દી આખી રાત દરમિયાન પડખા ફેરવતા રહે છે.

- વધતા ડાયાબીટિઝને કારણે દર્દીને આખો દિવસ થાક રહેવા લાગે છે જેનાથી તેને દિવસમાં ઘણી ઊંઘ આવે છે અને દિવસે વધુ ઊંઘવાથી રાતની ઊંઘ બગડે છે.

- સંશોધનોમાં સાબિત થઇ ચૂક્યું છે કે જે લોકો બહુ ઓછું સૂવે છે તેમના હોર્મોન્સમાં અસંતુલન સર્જાય છે. જેનાથી તેમની ચયાપચયની ક્રિયા પર ખરાબ અસર પડે છે અને તેથી ઊંઘ સારી રીતે પૂર્ણ નથી થઇ શકતી.

- શું તમે જાણો છો કે ડાયાબીટિઝના કારણે ભૂખ પણ બહુ લાગે છે જેથી ખાવાનું ખાધાના થોડા જ સમયમાં તમે ભૂખ્યા થઇ જાઓ છો. જ્યારે ઘણાં ડાયાબીટિઝના દર્દીઓને રાતે ખાવાનું ખાધા પછી મોડી રાતે ભૂખ લાગે છે અને આ રીતે પણ તેમની ઊંઘમાં ખલેલ પડે છે.

- સંશોધનોમાં સાબિત થઇ ચૂક્યું છે કે જે લોકો ઓછી ઊંઘ લે છે તેમને ગ્લુકોઝ ફાસ્ટિંગને પ્રભાવિત કરનારી મુશ્કેલીઓ થવાનો ડર રહે છે.

- જો તમને ડાયાબીટિઝ છે અને તમને સારી રીતે ઊંઘ નથી આવતી તો તમારે આ સમસ્યાને દૂર કરવા માટે દરરોજ કસરત અને હેલ્ધી ડાયટ લેવાની જરૂર છે. આ સાથે પાણી અને પ્રવાહી પદાર્થોનું સેવન વધુ માત્રામાં કરો.