1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ

દહીં-સ્ટ્રોબેરી આઈસક્રીમ

દહીં-સ્ટ્રોબેરી આઈસક્રીમ
N.D
સામગ્રી - 1/2 કિલો સ્ટ્રોબેરી, 30 ગ્રામ આઈશિંગ સુગર, 140 મિ.લી તાજુ સારુ જામેલુ દહીં(પાણી નિતારી લો), 140 મિ.લી ખાટી ક્રિમ, સજાવવા માટે થોડી સ્ટ્રોબેરી.

વિધિ - સ્ટ્રોબેરીને આઈશિંગ સુગર સાથે મિક્સરમાં એકરસ કરી લો. હવે દહીં અને ક્રીમને નાખીને ફરી મિક્સર ચલાવો. પ્લાસ્ટિકના ડબ્બામાં ભરીને જમાવવા માટે ફ્રીજરમાં મુકી દો.

આઈસ્ક્રીમ જામે કે કાઢીને ફરી મિક્સરમાં ફેરવો અને ફરી ફ્રીજરમાં મુકીને જમાવો. આ પ્રક્રિયા બે વાર કરો. હવે ફિજરમાંથી કાઢીને ફ્રીજમાં નરમ કરવા મુકો. સ્ક્રપરથી કાઢીને ફોયલવાળી ટ્રેમાં મુકો. સર્વ કરવાના 30 મિનિટ પહેલા ફ્રિજમાં મુકીને સેટ કરો અને સ્ટ્રોબેરીથી સજાવીને રજૂ કરો.