માંસાહારી | મિઠાઈ | શાકાહારી
મુખપૃષ્ઠ » વિવિધ » વ્યંજન » મિઠાઈ » કોપરા-પનીર દૂધપાક
 

N.D
સામગ્રી - દૂધ 2 લીટર, કોપરાનુ છીણ - 6 ચમચી, 4 ચમચી પલાળીને વાટેલા ચોખાનુ પેસ્ટ, પનીર - 2 ટેબલ સ્પૂન, કાજુનો ભૂકો 2 ટી સ્પૂન, ખાંડ 300 ગ્રામ, એક ચમચી ઈલાયચીનો પાવડર, ચપટી જાયફળ.

બનાવવાની રીત - એક મોટી જાડા તળિયાની તપેલીમાં દૂધને ઉકળવા મૂકો. દૂધ ઉકળ્યા પછી તેમા ચોખાનુ પેસ્ટ નાખી હલાવો. દૂધ ઘટ્ટ થાય કે તેમા ખાંડ નાખી હલાવો. દૂધને સતત હલાવતા રહેવુ. ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય કે તેમા કોપરાનું છીણ અને કાજુનો ભૂકો નાખવો. કોપરાના છીણથી દૂધ ફાટી શકે છે, તેથી જ્યારે કોપરાનું છીણ નાખો ત્યારે તાપ ધીમો રાખવો. દૂધ બરાબર ઉકળી તૈયાર થઈ જાય કે તેને નીચે ઉતારી લેવુ. નીચે ઉતાર્યાબાદ તેમા પનીર, ઈલાયચી અને જાયફળ નાખી હલાવવુ. ફ્રીજમાં ઠંડુ કરીને ઉપરથી કેસરથી સજાવી સર્વ કરવુ.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
સંબંધિત જાણકારી શોધો