મકાઈના દાણાની ખીર

સામગ્રી - મકાઈના નરમ દાણા 1 વાડકી, દૂધ 1 લીટર, ખાંડ 1 કપ, ઈલાયચી પાવડર 1 ચમચી. બનાવવાની રીત - નરમ મકાઈના દાણા કાઢી લો. આ દાણા દૂધમાં નાખી પ્રેશર કૂક્રમાં સીટી વગાડી બાફી લો. હવે દૂધમાં ખાંડ નાખી ઘટ્ટ કરો અને ઈલાયચી પાવડર નાખી ઉતારી લો. ઉપરથી સુકામેવાનો ભૂકો ભભરાવી સર્વ કરો.