શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. યોગ
  4. »
  5. યોગાસન
Written By વેબ દુનિયા|

સર્વાગાસન

સર્વ, અંગ અને આસન અર્થાત સર્વાગાસન. આ આસનને કરવાથી બધા અંગોની કસરત થાય છે તેથી આને સર્વાગાસન કહે છે.

વિધિ : પીઠના બળે સીઘા સૂઈ જાવ. પગ ભેગા થયેલા, હાથને બંને બાજુ બગલમાં અડાડીને હથેળીઓ જમીનની તરફની રાખી મૂકો. શ્વાસ અંદર ભરતા જરૂર મુજબ બંને હાથની મદદથી પગને ધીરે ધીરે 30 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને છેવટે 90 ડિગ્રી સુધી ઉઠાવો.

90 ડિગ્રી પર જો સીધુ ન થાય તો 120 ડિગ્રી પર પગ લઈ જઈને હાથને ઉઠાવીને કમરની પાછળ અડાડો. પાછા ફરતી વખતે પગને સીધા મૂકીને પાછળની તરફ થોડા નમાવો. બંને હાથને કમરથી હટાવીને જમીન પર સીધા કરી દો. હવે હથેળીઓથી જમીન દબાવતા જે ક્રમમાં ઉઠ્યા હતા તે જ ક્રમમાં ધીરે ધીરે પહેલા પીઠ અને પછી પગને જમીન પર સીધા કરો. જેટલા સમય સુધી સર્વાગાસન કરવામાં આવે તેટલા સમય સુધી શવાસનમાં વિશ્રામ કરો.

W.D
સાવધાની : કોણીને ભૂમિ પર ટેકવીને મૂકી રાખો અને પગને મેળવીને સીધા રાખો. પંજા ઉપરની તરફ ખેંચાયેલા અને આંખો બંધ હોય અથવા પગના અંગૂઠા પર નજર રાખો. જે લોકોને ગરદન કે કરોડરજ્જુમાં કોઈ પણ જાતની તકલીફ હોય તેમણે આ આસન ન કરવુ જોઈએ.

લાભ : થાઈરોઈડ અને પિચ્યુટરી ગ્લેડના મુખ્ય રૂપથી ક્રિયાશીલ હોવાથી આ કદ વધારવામાં ફાયદાકારક છે. દમો, મેદ, દુર્બળતા અને થાક વગેરે વિકારો દૂર થાય છે. આ આસનનુ પૂરક આસન છે મત્સ્યાસન, તેથી શવાસનમાં વિશ્રામ પહેલા મત્સ્યાસન કરવાથી આ આસનમાં વધુ ફાયદો થાય છે.