શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. યોગ
  4. »
  5. યોગાસન
Written By વેબ દુનિયા|

હલાસન

કમરને સીધુ કરનારુ આસન

આ આસનમાં શરીરનો આકાર હલ જેવો થાય છે તેથી આને હલાસન કહે છે.

વિધિ - પહેલા પીઠના બળે સૂઈ જાવ. એડી પંજા મેળવી લો. હાથોની હથેળીઓને જમીન પર મૂકીને કોણીને કમરથી અડાડીને મૂકો. હવે શ્વાસને સુવિદ્યામુજબ બહાર કાઢી લો. પછી બંને પગને એક સાથે ધીરે ધીરે ઉંચા ઉઠાવતા જાવ. ઘૂંટણ સીધા મૂકીને પગને ઉપર આકાશની તરફ ઉઠાવો પછી પાછળથી માથા તરફ ઉઠાવતા જમીન પર મૂકી દો. પછી બંને હાથને પંજાને ભેગા કરીને માથાને થોડુ દબાવો જેનાથી તમારા પગ વધુ પાછળની તરફ જશે. ધ્યાન રાખો કે પગ ખેંચાયેલા અને ઘૂંટણથી સીધા રહે. આને તમારી સુવિદ્યામુજબ જેટલો સમય સુધી મુકી શકો છો તેટલો સમય મુકી રાખો. પછી ધીરે ધીરે આ સ્થિતિની અવધિને બે થી પાંચ મિનિટ સુધી વધારો.

સાવધાની - રીઢ સંબંધી ગંભીર બીમારી થવાની સ્થિતિમાં અથવા ગળામાં કોઈ ગંભીર રોગ થયાની સ્થિતિમાં આ આસન ન કરો.

આ આસનના લાભ - કરોડરજ્જુમાં કઠોરતા હોવી એ વૃધ્ધાવસ્થાની નિશાની છે. હલાસનથી કરોડરજ્જુ નરમ પડે છે. મેરુદંડ સંબંધી નાડિઓના સ્વાસ્થ્યની રક્ષક બનીને વૃધ્ધાવસ્થાના લક્ષણો જલ્દી નથી દેખાતા. હલાસનના નિયમિત અભ્યાસથી અર્જીર્ણ, કબજિયાત, અર્શ, થાઈરોઈડનો અલ્પ વિકાસ, અંગવિકાર, અસમયે વૃધ્ધાવસ્થા, દમો, કફ, રક્તવિકાર વગેરે દૂર થાય છે. માથાનો દુ:ખાવો દૂર થાય છે.
W.D

નાડીતંત્ર શુધ્ધ બને છે. શરીર બળવાન અને તેજસ્વી બને છે. લિવર અને પ્લીહા વધી ગયા હોય તો હલાસનથી સામાન્યાવસ્થામા આવી જાય છે. અપાનવાયુનો ઉત્થાન થઈને ઉદાન રૂપી અગ્નિનો યોગ થવાથી કુંડલીનિ ઉર્ધ્વગામી બને છે. વિશુધ્ધચક્ર સક્રિય થાય છે.