રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. ફિલ્મ સમીક્ષા
Written By
Last Modified: શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (12:18 IST)

Paltan Movie Review - સાચી ઘટ્ના પર આધારિત છે જેપી દત્તાની પલટન, જોઈને રૂવાટા ઉભા થઈ જશે

બોર્ડર અને એલઓસી બોર્ડર જેવા યુદ્ધના ઈતિહાસ અને ભારતીય સેનાના સાહસને મોટા પડદા પર ઉતારનારા જેપી દત્તા આ  વખતે પલટન લઈને આવી રહ્યા છે. ફિલ્મની સ્ટોરી સાચી ઘટના પર આધારિત છે. ચીન સાથે યુદ્ધ હારવાના પાંચ વર્ષ પછી કેવી રીતે ભારતીય પલટને ચીનીઓને હરાવ્યા હતા. આ ઘટનાને ફિલ્મમાં બતાવી છે. જેપી દત્તાની આ 11મી ફિલ્મ છે.  ફિલ્મમાં જૈકી શ્રોફ, અર્જુન રામપાલ, લવ સિન્હા, સિદ્ધાંત કપૂર, ગુરમીત ચૌધરી, હર્ષવર્ધન રાણે અને સોનૂ સૂદ જેવા કલાકારથી સજેલી ફિલ્મમાં સોનલ ચૌહાણ, મોનિકા ગિલ અને દીપિકા કક્કડ પણ છે.  પલટનનો સ્ક્રીનપ્લે અને બૈકગ્રાઉંડ સાઉડ જોરદાર હોવાને કારણે એવી અનેક તક આવે છે જ્યારે તમારા રૂંવાટા ઉભા થઈ જાય છે. આ વખતે દત્તાએ યંગ અને અનુભવી બંને પ્રકારના કલાકારોને પોતાની ફિલ્મમાં લીધા છે જે એવા રિયલ હીરોઝનુ પાત્ર ભજવી રહ્યા છે જેમને ઈતિહાસે લગભગ ભૂલાવી દીધા છે. 
 
વર્ષ 1962માં ભારત ચીન સાથે યુદ્ધ હારી ગયુ હતુ. આ યુદ્ધ પછી ઠીક પાંચ વર્ષ પછી ચીનની સેનાએ એકવાર ફરીથી ભારતીય સીમામાં હુમલો કર્યો હતો.  ઉલ્લેખનીય છેકે એ સમયે ભારતીય સેના નાથૂ લા થી સેબા લા (સિક્કિમ) સુધી ફેંસિંગ કરી રહી હતી અને ચીની સેના આ ઈચ્છતી  નહોતી.  ચીન સેનાને વર્ષ 1962 ની જંગ જીતવાનો ધમંડ હતો. 
 
ચીની સેનાએ એકવાર ફરીથી એ જીતને યાદ કરતા આક્રમણ કરી દીધુ હતુ  અચાનક થયેલ આ હુમલાથી ભારતીય સેના હૈરાન હતી.  આ જ કારણ છે કે શરૂઆતમાં કેટલાક ભારતીય જવાન શહીદ થઈ ગયા.  ત્યારબાદ ભારતીય જવાન ઓએ મોર્ચો સાચવ્યો અને ચીનના સૈનિકોને હરાવ્યા. . કેવી રીતે ભારતીય જવાનોએ પોતાના દેશ માટે યુદ્ધ કર્યુ  કેવી રીતે ચીનના સૈનિકોને જબડાતોડ જવાબ આપ્યો એ તમારે જોવુ હશે તો તમારે ફિલ્મ પલટન જોવી પડશે. 
 
જેપી દત્ત્તાની પલટન 7 સપ્ટેમ્બરે સિનેમાઘરમાં રજુ થઈ રહી છે. પલટનને ક્રિટિક્સના સારા કમેંટ્સ પણ મળ્યા છે.  ફિલ્મનુ બજેટ લગભગ 25 કરોડ રૂપિયાનો છે.  ટ્રેડ પંડિત એવા પ્રયાસ લગાવી રહ્યા છે કે પલટન બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે પર એકથી ત્રણ કરોડ રૂપિયાનો બીજનેસ કરી શકે છે. 
 
 
ફિલ્મ - પલટન 
નિર્દેશક - જેપી દત્તા 
કલાકાર - અર્જુન રામપાલ, જૈકી શ્રોફ, સોનૂ સૂદ, હર્ષવર્ધન રાણે, ગુરમીત ચૌધરી, લવ સિન્હા, સિદ્ધાત કપૂર 
રેટિંગ 3/5