શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (14:21 IST)

ભાજપને જીત જોઈએ તો ગુજરાતમાં 'પદ્માવતી' પર પ્રતિબંધ મૂકો ...

સંજય લીલા ભણશાલીની બહચર્ચિત ફિલ્મના વિરોધમાં કચ્છ ક્ષત્રિય સમાજની મહિલાઓએ આજે કચ્છ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
   રાણી પદ્માવતી અને અલ્લાઉદ્દીન ખીલજીનો કથિત પ્રેમ પ્રકરણને ઇતિહાસથી વેગળુ ગણાવતા કચ્છ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજની મહિલાઓએ ચીમકી આપી છે જો આ ફિલ્મ કચ્છ- ગુજરાતમાં રીલીઝ થશે તો ક્ષત્રિય મહિલાઓ ઉગ્ર વિરોધ કરીને ફિલ્મ રીલીઝ અટકાવાશે.
૧૬,૦૦૦ મહિલાઓ સાથે સતી થનારા મહારાણી પદ્માવતીની લાઈફ પરથી બનેલી ફિલ્મ 'પદ્માવતી' સામે દેશભરના ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગુજરાતના ક્ષત્રિયોએ બીજેપી પાસે પ્રમાણમાં વિચિત્ર કહેવાય એવી અને પાર્ટી માટે ધર્મસંકટ ઉભું થાય એ પ્રકારની ડિમાન્ડ કરી છે. અખિલ ગુજરાત યુવા સંઘે ગઈકાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લેટર લખીને જણાવ્યુ છે કે જો બીજેપીને આવી રહેલા વિધાનસભા ઈલેકશનમાં ક્ષત્રિય સમાજના વોટ જોઈતા હોય તો 'પદમાવતી'ની રિલીઝ પર ગુજરાતમાં બેન મૂકો અને ફિલ્મ ગુજરાતમાં દેખાડવામાં ન આવે.
 
અખિલ ગુજરાત યુવા સંઘનાં પ્રમુખ પીટી જાડેજાએ પત્ર લખી મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું હતું કે અલાઉદ્દીન ખીલજીએ જનતા પર અત્યાચાર કર્યા હતા. તે એક રાક્ષસ હતો. ક્ષત્રિય મહિલાઓની આન-બાન અને શાન ખંડિત ન થાય તે માટે પદ્માવતી'ની રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવે. આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરતા અટકાવવી જોઈએ.