ભાવનગરના સરદાર પટેલ સ્મૃતિ સ્મારકમાં દુર્લભ તસવીરો ખૂણામાં ધકેલી દેવાઈ

મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (13:22 IST)

Widgets Magazine
sardar patel


 દેશને આઝાદી અપાવવામાં અને આઝાદી બાદ અખંડ ભારતની રચનામાં સિંહ ફાળો આપનાર સરદાર વલ્લભભાઇ પટેલની સ્મૃતિમાં ખાતે ક્રેસન્ટ સર્કલ ખાતે આવેલી સરદાર સ્મૃતિ ઇમારત બનાવવામાં આવી હતી. તેમની સ્મૃતિમાં ભાવનગર ખાતે બનાવવામાં આવેલુ સરદાર એકદમ જર્જરીત હાલતમાં ગરકાવ થઇ ગયુ છે, અને સરદાર પટેલની દુર્લભ તસવીરો ખૂણામાં ધકેલી દેવામાં આવી છે, સરદાર દર્શન ખંડ બંધ, વાંચનાલયને તાળા મારી દેવામાં આવ્યા છે.
sardar patel

સરદાર સ્મૃતિનો સરદાર દર્શન ખંડ જર્જરીત હાલતમાં હોવાથી તેને બંધ કરવામાં આવ્યો છે, અને સરદાર પટેલની દુર્લભ ગણાતી તસવીરોને ખૂણામાં ધકેલી દેવામાં આવી છે, ઉપરાંત સરદાર પટેલના સુવાક્યો સાથેની તક્તીઓ ધૂળના ઢગલામાં પરિવર્તિત થઇ ચૂકી છે. અંગેનું વાંચનાલય પણ લાંબા સમયથી બંધ કરી દેવામાં આવ્યુ છે. સરદાર સ્મૃતિમાં ભોંયતળીયે આવેલા હોલને ભાડે આપવામાં આવે છે. તેના ભાડાની આવકમાંથી સમગ્ર પ્રવૃત્તિને ચલાવવામાં આવી રહી છે. પરંતુ ટ્રસ્ટીગણ મોટી ઉંમરના હોવાથી તથા આ ઇમારત પ્રત્યે પુરતુ ધ્યાન આપી શક્તા નહીં હોવાથી હાલ સાવ ખંઢેર બની ગયુ છે. લોકો સરદાર સ્મૃતિની પણ મુલાકાત લેતા. પરંતુ સમય જતા સરદાર સ્મૃતિની હાલત તદ્દન દયાજનક અવસ્થામાં તબદીલ થઇ ચૂકી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સુરતમાં અમિત શાહની સભામાં તોફાન કરાવનારાઓના નામ સરકાર પાસે કોને પહોંચાડ્યા?

ગુજરાતમા હાલમાં ચૂંટણી એવા મોડ પર પહોંચી ગઈ છે. જેમાં ભાજપ પોતાના દુશ્મનોને ગણીગણીને ...

news

શંકરસિંહ વાઘેલાના પક્ષનું સૂરસૂરિયું, ભાજપે નાણાં ધીરવાનો ઈન્કાર કર્યો હોવાની ચર્ચાઓ

કોંગ્રેસમાંથી છુટા થઈને પોતાનો ત્રીજો મોરચો શરૂ કરનાર શંકરસિંહ વાઘેલાની પાર્ટીનું ...

news

ગુજરાતમાં નવી સરકારનું ભાવિ 51% યુવાઓના હાથમાં

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષો દ્વારા સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો ...

news

અલ્પેશ અને હાર્દિક પછી હવે કોંગ્રેસની નજર જીગ્નેશ પર...

ગુજરાતમાં ચૂંટણીના ઢોલ વાગી ચુક્યા છે.. આવામાં બીજેપી વિરુદ્ધ કોંગ્રેસના બધા વિરોધીને એક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine