બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 18 જુલાઈ 2022 (11:55 IST)

Indore-Pune Bus Accident Video - ઈન્દોરથી પુણે જઈ રહેલી બસ રેલિંગ તોડીને નર્મદા નદીમાં ખાબકી, 40 લોકો હતા સવાર, 12 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

bus accident
મઘ્યપ્રદેશના ઘારમાં મોટી દુર્ઘટના થઈ ગઈ. ઈન્દોરથી પુણે જઈ રહેલી બેસ સવારે પોણા દસ વાગે ધામનોદમાં ખલ ઘાટ પાસે નર્મદા નદીમાં ખાબકી. બસમાં મહિલાઓ અને બાળકો સહિત 40 મુસાફરો સવાર હતા. અત્યાર સુધી બસમાંથી 12 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જેમા 7 પુરૂષ અને 4 મહિલાઓ છે. મૃતકોની ઓળખ થઈ શકી નથી. 

ઉલ્લેખનીય છે  ખલઘાટના ટુ-લેન બ્રિજ પર એક વાહનને ઓવરટેક કરતી વખતે બસ કાબૂ બહાર ગઈ હતી. ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું અને બસ રેલિંગ તોડી નદીમાં પડી. અકસ્માતની માહિતી મળતા જ ખલઘાટ સહિત આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઈન્દોર અને ધારથી NDERFની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ પુલ જૂનો હોવાનું કહેવાય છે. બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની છે. ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વહીવટીતંત્રને બચાવ અને રાહત કાર્યના આદેશ આપ્યા છે.

 
આ અકસ્માત આગ્રા-મુંબઈ (AB Road ) હાઈવે પર થયો હતો. આ રોડ ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80 કિલોમીટર દૂર છે. જે સંજય સેતુ પુલ પરથી બસ પડી તે બે જિલ્લા ધાર અને ખરગોનની સરહદ પર બનેલો છે. અડધો ભાગ ખલઘાટ (ધાર)માં છે અને અડધો ભાગ ખલટાકા (ખરગોન)માં છે. ખરગોનના કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.