ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 5 જુલાઈ 2018 (13:23 IST)

મહારાષ્ટ્રના રાયગઢમાં એક જ પરિવારના 5 સભ્યોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો, બે બાળકોની સ્થિતિ ગંભીર

મુંબઈ-  મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના  અલીબાગ માં બુધવારે એક જ કુટુંબના પાંચ સભ્યો આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પાંચેય સભ્યોએ ગંભીર સ્થિતિમાં અલીબાગના  જિલ્લા હોસ્પિટલમાં પાંચેય સભ્યોને અલીબાગની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, કુંટુંબના લોકો શા માટે આત્મહત્યા કરવાના પ્રયાસ કર્યો છે તે કારણ હજુ સુધી સ્પષ્ટ નથી. તેમાં દોઢ વર્ષના બે બાળકો પણ શામેલ છે.
 
દોઢ વર્ષના બે બાળકો ગંભીર સ્થિતિમાં 
 
- અલીબાગના આક્ષીમાં વસવાટ કરતા રાહુલ પાટીલના ઘરના પાંચ સભ્યો બુધવારે ઝેર ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. તેમાં પિતા રામચંદ્ર પાટીલ (60), 
 
માતા રંજના પાટિલ (50), પત્ની કવિતા રાહુલ પાટીલ (25) અને બે બાળકો સ્વરાલી પાટિલ (દોઢ વર્ષ), સ્વરાજ પાટિલ (દોઢ વર્ષ)નો સમાવેશ થાય છે. બાળકોની સ્થિતિ ગંભીર છે.  રાહુલ અત્યારે મુંબઈમાં નોકરી કરે છે. 
 
બાળકોની બુમ  સાંભળી આવી  પહોંચ્યા પડોશી 
 
માહિતી પ્રમાણે , આશરે 12 વાગ્યે, કોલ્ડડ્રીંકમાં ઝેર પી લીધું હોવાની શંકા છે. . ત્યારબાદ તેમને ઉલ્ટી થવા લાગી. બાળકોની બૂમ સાંભળી પાડોશી આવી પહોંચ્યા અને બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. હોસ્પિટલ વહીવટ પોલીસને જાણ કરી. 
 
અંધશ્રદ્ધાની તપાસ 
 
- પોલીસ બનાવ પરની તપાસમાં કોલ્ડડ્રીંક બાટલીઓની મળી. પોલીસ તે પણ તપાસ કરવામાં આવે છે કે જેથી  કેસ અંધશ્રદ્ધાનો તો નથી.