19 વાર આત્મહત્યાની કોશિશમાં સફળ ન થતા કરી 20મી કોશિશ, આ વખતે આવ્યુ મોત

Last Modified શુક્રવાર, 29 જૂન 2018 (15:54 IST)
આત્મહત્યાની ક્રમવાર કોશિશ કરનારા અમદાવાદના 50 વર્ષીય નિયાજ શેખનુ મોત થઈ ગયુ છે. ગુરૂવારે સાબરમતી નદીમાં લગાવેલ મોતની છલાંગ સાબિત થઈ. આ પહેલા 19 પ્રયાસ નિષ્ફળ સાબિત થયા.

આ પહેલા એ વ્યક્તિએ આત્મહત્યાના 19 પ્રયત્નો કર્યા હતા.
કારણ તે વર્ષ 2010થી બેરોજગાર બેસ્યો હતો.
એક રોગના શિકાર થયા પછી 2010માં તેની નોકરી છૂટી ગઈ હતી
રોગની પ્રતિકૂળ અસર થવાને કારણે તેને નવા સ્થાન પર પણ કામ ધંધો મળી રહ્યો નહોતો.
જેને કારણે તેને એવુ લાગતુ હતુ કે તે પરિવાર પર બોજ બની ગયો છે. આ જ તકલીફમાં તે આત્મહત્યાનો પ્રયાસ કરતો હતો.
અત્યાર સુધીના પ્રયાસોમાં કોઈને કોઈ તેને બચાવી લેતુ હતુ. ગુરૂવારે સવારે 10.30 વાગ્યે તેણે સાબરમતીમાં તેણે છલાંગ લગાવી. જેનાથી તેનો જીવ ગયો.
નિયાદ શેખ પત્ની શમશાદબાનૂ સાથે અમદાવાદના સરબેજમાં રહેતો હતો. તેની પત્ની ઘરે નાસ્તા, પાન વગેરેનો સામાન લારી પર વેચીને ગુજરાન ચલાવતી હતી.

નવેમ્બર 2016માં નિયાજ શેખની આપબીતી વિશે જાણીને અનેક લોકો તેની મદદ માટે આગળ આવ્યા હતા. તેના એક બાળકની શાળા ફી ન ભરી શકવાને કારણે છૂટી ગઈ હતી. અને એકને પરાણે દત્તક આપવો પડ્યો હતો. વિદેશમાં રહેતા ગુજરાતીઓએ પણ પહેલા મદદ કરી હતી.


આ પણ વાંચો :