ખંજવાળ મટાડવાની આવી ખતરનાક રીત તમે ક્યાય નહી જોઈ હોય

Last Modified ગુરુવાર, 15 ઑક્ટોબર 2020 (15:48 IST)
તમે પાળેલા પ્રાણીઓ અને પ્રાણીઓને ઝાડ અને દિવાલોથી તેમની પીઠ ખંજવાળતા જોયા હશે, પરંતુ તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિ જોયું છે કે જે જેસીબીના પંજાથી તેની પીઠ ખંજવાળી રહ્યો હોય.
ખરેખર, એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ જેસીબી મશીન વડે તેની પીઠ ખંજવાળી રહ્યો છે. આ 41-સેકંડનો વીડિયો સૌથી પહેલા અબ્દુલ નાસર નામના ફેસબુક એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.

આ વિડિયોમા બતાવવામાં આવ્યું છે કે સૌથી પહેલા આ વ્યક્તિ તેની પીઠને ખંજવાળવા ગમછાનો ઉપયોગ કરે છે
પછી તે ખંજવાળને મટાડવા માટે જેસીબીનો ઉપયોગ કરે છે. આ વ્યક્તિ જેસીબીના પંજાના ધક્કાથી એકવાર તો આગળ સરકી જાય છે. પ્રથમ નજરમાં આ દ્રશ્ય લોકોને ભ્રમિત કરવા સિવાય બીજુ કંઈ નથી.. જોકે કેટલાક લોકો આ જોઈને હસવુ આવી શકે છે.
11 ઓક્ટોબરના રોજ પોસ્ટ થયેલ આ વિડિયો પર 4000 થી વધુ લોકોએ ટિપ્પણી કરી છે અને 2300 થી વધુ લોકોએ તેને શેર કર્યો
છે. તેના જવાબમાં કેટલાક લોકોએ વીડિયોને રમૂજી ગણાવ્યો હતો, જ્યારે કેટલાક લોકોએ તેને જોખમી ગણાવ્યો હતો.
આ પણ વાંચો :