શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 17 ડિસેમ્બર 2018 (10:37 IST)

3 રાજ્યોમાં શપથ ગ્રહણ આજે. મહાગઠબંધનની એકતા બતાવવા માટે 10 દળોના નેતા થશે સામેલ

મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનના નવા મુખ્યમંત્રીઓના આજે થનારા શપથ ગ્રહણ સમારંભમાં અનેક વિપક્ષી નેતાઓની હાજરી થવાની આશા છે.  તાજેતરમા થયેલ વિધનસભા ચૂંટણી પછી કોંગ્રેસ ત્રણ રાજ્યોમાં સરકાર બનાવી રહી છે. અશોક ગહલોત (Ashok Gehlot) રાજસ્થાનના મુખ્યમંત્રી હશે જ્યારે કે કમલનાથ (Kamal Nath)  મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદની જવાબદારી સાચવશે તો ભૂપેશ બઘેલ  (Bhupesh Baghel) છત્તીસગઢના મુખ્યમંત્રી પદ પર વિરાજશે.

ઉલ્લેખનીય છે કે બે દિવસમાં આ ત્રીજી વાર એવુ બનશે જ્યારે વિપક્ષ પોતાની તાકત બતાવશે. આ પહેલા રવિવારે તમિલનાડુમાં દિવંગત દ્રમુક અધ્યક્ષ એમ. કરુણાનિધિની કાંસ્યની પ્રતિમાનુ અનાવરણ કરવામાં આવ્યુ અને આ અવસર પર વિપક્ષના અનેક મોટા નેતા સામેલ થઈને વિપક્ષની એકતા બતાવી.  આ શપથગ્રહણ સમારોહમાં 2019 અગાઉ કોગ્રેસનું શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. આ શપથગ્રહણનો સમય આવો રાખવામાં આવ્યો છે જેથી વિપક્ષના તમામ નેતાઓ ત્યાં પહોંચી શકે. આ સમારોહમાં ઉત્તરપ્રદેશના નેતા અખિલેશ યાદવ અને માયાવતી હાજર નહી રહે જેને કારણે મહાગઠબંધન પર સવાલ ઉઠી રહ્યા છે.   15 વર્ષ બાદ મધ્યપ્રદેશમાં કોગ્રેસને જીત મળી છે એવામાં કોગ્રેસ શપથગ્રહણ સમારોહને ભવ્ય બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે
 
રાજસ્થાનમાં આજે અશોક ગેહલોત મુખ્યમંત્રી અને સચિન પાયલટ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથગ્રહણ સમારોહ સવારે સાડા દસ વાગ્યે યોજાશે. રાજ્યપાલ કલ્યાણ સિંહ અશોક ગેહલોત અને સચિન પાયલટને શપથ લેવડાવશે. આજે ફક્ત સચિન પાયલટ અને અશોક ગેહલોતના જ શપથ થશે. રાજ્યના મંત્રીમંડળના શપથ ગ્રહણ નામ નક્કી થયા બાદ થશે.
 
રાજસ્થાન બાદ મધ્યપ્રદેશમાં 15 વર્ષ બાદ શાસનમાં આવનારી કોગ્રેસ શપથગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા કોઇ કસર છોડવા માંગતી નથી. ભોપાલમાં કમલનાથના શપથગ્રહણની તૈયારીઓ થઇ રહી છે. ભોપાલના જમ્બૂરી મેદાનમાં કમલનાથ શપથ ગ્રહણ કરશે. આ કાર્યક્રમમાં આખા રાજ્યમાંથી એક લાખ કાર્યકર્તાઓ હાજર રહે તેવી સંભાવના છે.
 
છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બઘેલ સાંજે સાડા ચાર વાગ્યે શપથ લેશે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ બઘેલ જ એકલા શપથ લેશે. મંત્રીમંડળના અન્ય સભ્યોના શપથ બાદમાં થશે. કોગ્રેસે છત્તીસગઢમાં ભારે બહુમતી સાથે વાપસી કરી છે. ભારે મનોમંથન બાદ ભૂપેશ બઘેલના નામની પસંદગી કરવામાં આવી છે.
 
આ શપથ ગ્રહણમાં રાહુલ ગાંધી, મનમોહન સિંહ, ચંદ્રબાબુ નાયડુ, તેજસ્વી યાદવ, શરદ પવાર, પ્રફુલ પટેલ, એચડી દેવગૌડા, એચડી કુમારસ્વામી, મલ્લિકાર્જુન ખડગે, એમકે સ્ટાલિન, કનિમોઝી, ફારુક અબ્દુલ્લા, શરદ યાદવ, દિનેશ ત્રિવેદી, હેમંત સોરેન, નવજોતસિંહ સિદ્ધુ સહિતના અનેક મોટા નેતાઓ હાજર રહેશે.કાર્યક્રમમાં એસપીજી, એનએસજી અને ઝેડ અને વાય શ્રેણીની સુરક્ષા ધરાવતા નેતાઓ આવવા હોવાથી ભારે સુરક્ષા બંદોબસ્ત રહેશે.