શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 8 ડિસેમ્બર 2018 (07:59 IST)

Exit Poll - મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસનુ પલડુ ભારે, ભાજપાને મોટુ નુકશાન

મધ્યપ્રદેશની 230 અને છત્તીસગઢની 90 વિધાનસભા સીટો માટે થયેલ ચૂંટણીમાં આ વખતે ભાજપાને તગડો ઝટકો લાગી શકે છે. બીજી બાજુ કોંગ્રેસી દળમાં ખુશીને લહેર દોડી શકે છે. જો કે હકીકત 11 ઓક્ટોબરની મતગણતરી પછી જ સામે આવશે. 
બંને રાજ્યોમાં વોટિંગ પછી વેબદુનિયાએ જ્યારે મતદાઓને મનને જાણ્યુ અને રાજનીતિક વિશેષજ્ઞો સાથે વાત અક્રી તો કંઈક આ પ્રકારના સંકેત મળ્યા. સમગ્ર મધ્યપ્રદેશમાં આ વખતે ખેડૂત આંદોલન અને એટ્રોસિટી એક્ટનો મુદ્દો હાવી રહો. જો કે ભાજપા માટે નુકશાન પહોચાડતો દેખાય રહ્યો છે. અ મુદ્દા પર મતદાતાની નારાજગી સ્પષ્ટ જોવા મળી. 
સામાન્ય રીતે માનવામાં આવી રહ્યુ છે કે મતદાતા ભાજપાના પક્ષમાં મતદાન કરે છે પણ આ વખતે એવુ લાગી નથી રહ્યુ. મધ્યપ્રદેશના મોટા શહેર ભોપાલ, ઈન્દોર  ગ્લાલિયર અને જબલપુરમાં ભાજપાને ઝટકો લાગી શકે છે.  ભોપાલ ઉત્તર સીટ પર આરિફ અકીલનુ પલડુ ભારે છે. બીજી બાજુ ગોવિંદપુરા સીટ પર બાબૂલાલ ગૌરની વહુ કૃષ્ણા ગૌર પોતાની પરંપરાગત સીટ પર બઢત બનાવી શકે છે. 
News Nationsના સર્વમાં છત્તીસગઢમાં બીજેપીની હાર બતાવવામાં આવી રહી છે. બીજેપીને 38-42, કોંગ્રેસને 40-44, જેસીસી+ને 4-8 અને અન્યને 0-4 સીટો મળવાનું અનુમાન છે.
 
Times now - CAXના મતે, તેલંગાણામાં એક વાર ફરી ચંદ્રશેખર રાવની સરકાર બની રહી છે. એક્ઝિટ પોલમાં ટીઆરએસને 66, બીજેપીને 7, કોંગ્રેસને 37 અને અન્યને 9 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
 
India Tv -CNXના એક્ઝિટ પોલ પ્રમાણે, છત્તીસગઢમાં રમણસિંહ ચોથી વખત બીજેપીની સરકાર બનાવી શકે છે.
 
Tmes now - CNXના એક્ઝિટ પોલ પ્રમાણે, મધ્યપ્રદેશમાં બીજેપીની સરકાર એક વાર ફરીથી બનતી દેખાઇ રહી છે. આ એક્ઝિટ પોલમાં બીજેપીને 126 સીટો, કોંગ્રેસને 89+ સીટો, બીએસપીને 6 સીટો અને અન્યને 6 સીટો મળવાનું અનુમાન છે.
 
એક્ઝિટ પોલથી મહંદઅંશે મુકાબલાની તસવીર સ્પષ્ટ થઇ શકશે. જો કે, જનતાનો અંતિમ નિર્ણય 11 ડિસેમ્બરે સામે આવશે, કારણ કે આ દિવસે મતગણતરી થવાની છે