1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ઈસ્લામાબાદ , ગુરુવાર, 24 જૂન 2010 (11:42 IST)

પાક કોર્ટે સાત વેબસાઈટો પર બૈન લગાવ્યો

પાકિસ્તાનની એક કોર્ટે કથિત નિંદાજનક સામગ્રી માટે ગૂગલ અને હોટમેલ સહિત આઠ પ્રમુખ વેબસાઇટોં પર પ્રતિબંધનો કથિત આદેશ આપ્યો છે જ્યારે અધિકારીઓએ બુધવારે કહ્યું છે કે, આ વેબસાઇટોને બ્લોક કરવાનો તેમને કોઈ આદેશ મળ્યો નથી.

મીડિયાના સમાચારોમાં કહેવામાં આવ્યું છે કે, ઈશ નિંદાવાળી સામગ્રીના પ્રકાશન અને તેને પ્રોત્સાહન આપવા પર લાહોર હાઈકોર્ટની બહાવલપુર પીઠે મંગળવારે પાકિસ્તાન દૂરસંચાર પ્રાધિકરણને ગૂગલ, યાહૂ, એમએસએન, હૉટમેલ, યૂટ્યૂબ, બિંગ અને અમેજન સહિત નવ વેબસાઈટોને તરત જ બ્લોક કરવાનો આદેશ આપ્યો.

ન્યાયમૂર્તિ મજહર ઇકબાલ સિદ્ધૂએ મોહમ્મદ સિદ્દીકી નામની એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો. સિદ્દીકીએ કહ્યું કે, આ વેબસાઈટ ઈશ નિંદાવાળી સામગ્રી પ્રકાશિત કરી રહી છે. કોર્ટે પાકિસ્તાન દૂરસંચાર પ્રાધિકરણના અધ્યક્ષને સબંધિત સામગ્રી સાથે 28 જૂનના રોજ કોર્ટમાં હાજર થવા માટે કહ્યું છે.