1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: ટોરન્ટો , ગુરુવાર, 24 જૂન 2010 (15:58 IST)

કનિષ્ક મામલે કેનેડાના વડા પ્રધાને માફી માંગી

કેનેડાના વડા પ્રધાન સ્ટીફન હાર્પરે કનિષ્ક વિમાનમાં થયેલા બૉમ્બ વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોના પરિવાજનોની ગુરૂવારે ઔપચારિક રીતે માફી માંગી હતી. કેનેડાના ઈતિહાસમાં સૌથી ભીષણ આતંકવાદી હુમલાના 25 વર્ષે હાર્પરે હેમ્બેર બે પાર્કમાં એર ઈન્ડિયા મેમોરિયલ પર કહ્યું હતું કે "કેટલાક ઘા એટલા ઉંડા હોય છે કે તેના પર રુઝ આવવી મુશ્કેલ છે. અમે માફી માંગીએ છીએ. "

હાર્પરે કહ્યું હતું કે "એર ઈન્ડિયાના વિમાન નંબર 182ને બોમ્બ વિસ્ફોટથી ફૂંકી મારવાની ઘટના કેનેડાના ઈતિહાસની સૌથી ભીષણ આતંકવાદી કાર્યવાહી છે અને રહેશે. આતંકવાદ એવો દુશ્મન છે જેના હજારો ચહેરા છે અને તે લોકોના હ્રદયમાં માત્ર નફરતના બીજ વાવે છે. આ એક કાયરોનું કામ છે, તે નિંદનીય, વિવેકહીન અને ધૃણિત કાર્યવાહી છે.