1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|

2011માં સૈનિકો પાછા નહી ફરે - ઓબામા

N.D
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ બે ટૂક શબ્દોમાં અફગાનિસ્તાનમાંથી જુલાઈ 2011થી સૈનિકોના પાછા ફરવાની ના પાડી. ઉલ્લેખનીય છે કે ઓબામાએ અફગાનિસ્તાનથી સૈનિકોના પરત ફરવાની તારીખ પહેલા જ નક્કી કરી હતી.

રૂસના રાષ્ટ્રપતિ દમિત્રિ મેદવેદેવની સાથે વ્હાઈટ હાઉસમાં આપેલ નિવેદનમાં ઓબામાએ કહ્યુ કે અમે લાઈટ બંધ કરવા અને પાછળથી દરવાજા બંધ કરવાની વાત નહોતી કરી, અમે કહ્યુ હતુ કે અમે ફેરફારની અવસ્થા લાવીશુ અને અફગાન સરકારને વધુ જવાબદારી સોંપીશુ.

ઓબામાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યુ કે અહી જે વાત થઈ રહી છે વીતેલા વર્ષમાં અમારો કહેવાનો આશય આ નહોતો. અમે એ નક્કી કર્યુ હતુ કે જુલાઈ 2011થી શરૂ થઈને અફગાનિસ્તાનથી અમેરિકાના મિત્ર રાષ્ટ્રોના સૈનિક અચાનક નદારદ થઈ જશે.

પાક પાસેથી આશા : ઓબામાએ પાકિસ્તાનમાં આવી સરકાર હોવાની જરૂર પર જોર આપ્યુ જે દેશમાં આતંકવાદી સંગઠનો વિરુધ્ધ કાર્યવાહી કરવામાં પ્રભાવી રહ્યા.