1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: વોશિંગ્ટન , શુક્રવાર, 25 જૂન 2010 (17:00 IST)

બ્રિટિશ જનરલના હાથમાં નાટોની કમાન

અફઘાનિસ્તાનમાં નાટો સૈન્ય કમાન્ડરના પદ પરથી જનરલ સ્ટૈનલે મૈકક્રિસ્ટલને હટાવાયા બાદ વચગાળાના કમાન્ડરનો પદભાર બ્રિટિશ લેફ્ટિનેન્ટ જનરલ નિક પાર્કરને સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે મૈકક્રિસ્ટલને અમેરીકી રાષ્ટ્રપતિએ બરતરફ કરવાનો નિર્ણય કર્યો હતો.

બાદમાં તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું, જેનો અમેરીકી રાષ્ટ્રપતિએ સ્વીકાર કર્યો હતો. બ્રિટિશ જનરલ પાર્કરેને આ કમાન સોંપવાની માહિતી ખુદ ઓબામાએ બ્રિટિશ વડાપ્રધાન ડેવિડ કેમરનને ફોન દ્વારા આપી હતી. તેમણે કહ્યું હતું કે અમેરીકી સેનેટ તરફથી જનરલ ડેવિડ પૈટ્રિયાસની નિયુક્તિને લીલી ઝંડી મળવા સુધી લેફ્ટિનેન્ટ જનરલ નિક પાર્કર અફઘાનિસ્તાનમાં નાટો દળોના વચગાળાના કમાન્ડરનો પદભાર સંભાળશે.