1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 25 જૂન 2010 (12:00 IST)

પાક.ના ચાર કેદીઓને મુક્ત કરશે ભારત

પાકિસ્તાનની યાત્રા પહેલા સદ્ભાવ જાહેર કરતા ગૃહમંત્રી પી ચિંદબરમે ગુજરાતની વિભિન્ન જેલોમાં બંધ પાકિસ્તાનના ચાર કેદીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

ગૃહ મંત્રાલય દ્વારા જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે, 'ચિદંબરમે સદ્ભાવના અંતર્ગત પાકિસ્તાનના ચાર કેદીઓની મુક્તિને મંજૂરી આપી દીધી છે. આ કેદી હાલ ગુજરાતની વિભિન્ન જેલોમાં બંધ છે.

યાદીમાં કહેવામાં આવ્યું છે કે, આ કેદીઓને અટારી સીમા મારફત 30 જૂનના રોજ પાકિસ્તાની રેંજરોના હવાલે કરવામાં આવશે. ચિદંબરમની બે દિવસેય પાકિસ્તાન યાત્રા શુક્રવારથી શરૂ થઈ રહી છે. મુંબઈ હુમલા બાદ ભારતના કોઈ મંત્રીની આ પ્રથમ પાકિસ્તાન યાત્રા છે.

પોતાની યાત્રા દરમિયાન ચિદંબરમ, મુંબઈ હુમલાના સૂત્રધાર લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિજ સઈદ વિરુદ્ધ તપાસ માટે દબાણ નાખી શકે છે અને તેના અવાજના નમૂના માગણી કરી શકે છે.