1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 17 જૂન 2010 (11:22 IST)

મુખર્જીનો મુખ્યમંત્રી મોદી સાથે પરામર્શ

ND
N.D
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય નાણામંત્રી પ્રણવ મુખર્જી સાથે જીએસટી ગુડ્સ એન્ડ સર્વીસીજ ટેક્ષ સંદર્ભમાં યોજાયેલી બેઠકમાં જીએસટી ટેક્ષ રિફોર્મ્સ માટે ગુજરાત સમર્થિત પક્ષકાર હોવાનું જણાવીને ઉમેર્યુ હતું કે, જીએસટીનો પરિણામલક્ષી અને પારદર્શી અમલ કરવા માટે સમગ્ર દેશના રાજ્યોમાં ઈન્ફરમેશન ટેક્નોલોજીનું નેટવર્ક સંગીન હોવુ અત્યંત આવશ્યક છે.

ગુજરાતની મુલાકાતે આવેલા શ્રી પ્રણવ મુખર્જીએ સૂચિત જી.એસ.ટીના ટેક્ષ રિફોર્મ અંગે મુખ્યમંત્રી સાથે પરામર્શ કરવા આ બેઠક યોજી હતી જેમાં નાણામંત્રી વજૂભાઈ વાળા, નાણા રાજ્યમંત્રી સૌરભભાઈ પટેલ, નાણાના અગ્રસચિવ શ્રીએમએમ શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યાં હતાં.