1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

નિતીશ કુમારે ગુજરાતનું અપમાન કર્યુ !

વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલનો દાવો

ND
N.D
બિહારમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ દ્વારા જાહેરાતના પાટિયા લગાવવાના મુદ્દે નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર સાથે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં બિહારના રૂપિયા પાંચ કરોડની જે ગુજરાત તરફથી મદદ કરાઈ હતી તે બિહારના મુખ્યમંત્રીએ તે રકમ ગુજરાતને પરત કરીને ગુજરાતની પ્રજાનું ઘોર અપમાન કર્યું છે તેમ વિરોધ પક્ષના ગુજરાત વિધાનસભાના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું.

ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતની સંસ્કૃતિ એમ કહે છે કે, જમણો હાથ કોઈને આપે તો ડાબા હાથને તેની ખબર પડવા દેતો નથી. આ તો મદદ માટે અપાયેલા નાણા પરત કરીને ગુજરાત, દેશ નહીં સમગ્ર વિશ્વને દાનની રકમ પરત કરીને જાણ કરી છે. આમ ગુજરાતની જનતાનું નિતિશ કુમારે અપમાન કરવું જોઈતું ન હતું.,

ગુજરાત સરકાર તરફથી અપાયેલા મદદના નાણા ગુજરાતના મુખ્યમંત્રીની પેઢેના નહોતા પરંતુ ગુજરાતના હતાં. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુઆર ભાજપની આગેવાનીવાળી એનડીએનના ભાગીદાર છે.