1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. સ્થાનિક
Written By ભાષા|

પીટીસી શિક્ષિકા સાથે દુષ્કર્મ

ઉત્તર ગુજરાતમાં પ્રાઈમરી ટ્રેનિંગ કોર્સ (પીટીસી) ની એક શિક્ષિકા સાથે દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. પીડિતા દ્વારા આત્મહત્યાનો અસફળ પ્રયત્ન કરવામાં આવવાના મામલાનો ખુલાસો થયો છે. પીડિતા કડીની એક પીટીસી કોલેજની શિક્ષિકા છે. આરોપી પણ આ કોલેજના શિક્ષકો હોવાનું બહાર આવ્યું છે. તેમની ઓળખ મુકેશ પટેલ, દિનેશ પટેલ અને કેતન ઠાકરના રૂપમાં કરવામાં આવી છે.

પીડિતાએ રવિવારે ઝેરી પદાર્થ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. હાલ તે કલોલની ખાનગી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ છે.

પીડિતાના પિતાએ સોમવારે સ્થાનીય પોલીસ સ્ટેશનમાં ઘરમા મળેલી સુસાઈડ નોટના આધાર પર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.