ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જુલાઈ 2022 (14:39 IST)

રાજકોટમાં મેઘરાજાની તોફાની ઇનિંગ, સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો

rain in rajkot
મૂશળધાર વરસાદથી રાજકોટ શહેર પાણી પાણી થઈ ગયુ છે. છેલ્લા 12 કલાકમાં પોણા સાત ઈંચ વરસાદ ખાબકયો છે. આખા રાજકોટમાં રાત્રિના 9 વાગ્યાથી સવારના 9 સુધીમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો આજી-3 ડેમ ઓવરફ્લો થયો છે.  રાજકોટનના કાંઠા વિસ્તારના સંતોષીનગર, જેગંશ્વર સહિતના વિસ્તારોમાં નદીનું જળસ્તર ઊંચું આવતા પાણી ભરાયા છે. રાજકોટમાં ભારે વરસાદ મોડી રાતથી શરુ થયો હોવાથી શાળા-કૉલેજોમાં રજા જાહેર કરાઈ છે. 
 
રાજકોટ શહેરમાં છેલ્લા 12 કલાકમાં સરેરાશ 6.45 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને પગલે રાજકોટ શહેરમાં નદી નાળા બે કાંઠે વહી રહ્યાં છે. રાજકોટ નજીક આવેલ લાલપરી તળાવ ઓવરફ્લો થયો છે.લલુડી વોકળીમાં ગોઠણ સમા પાણી ભરાયાં છે. રેલનગર અન્ડરબ્રિજમાં 3થી 4 ફૂટ પાણી ભરાતાં હાલ તેને બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો બીજા નંબરનો ડેમ આજી-3 (ખજુરડી) ઓવરફ્લો થયો છે. ડેમના 2 ગેટ 3-3 ફૂટ ખોલવામાં આવ્યા છે.
 
રાજકોટમાં તોફાની વરસાદ બાદ આજી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. આવામાં ન્યારી-2 ડેમના 4 દરવાજા બે ફૂટ સુધી સવારે ખોલવામાં આવ્યા છે. રાજકોટમાં ભારે વરસાદના કારણે રામનાથ પરા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થવાની ઘટના પણ બની છે, જોકે તેમાં કોઈ જાનહાનીની ઘટના બની નથી. 
 
ગોવિંદપુર, ખામટા, રામપર, વણપરી જેવા ગામોના લોકોને નદીના પટની નજીક ના જવા માટેની સૂચના આપવામાં આવી છે. આ સિવાય નદીમાં ધસમસતા પાણી વહી રહ્યા હોવાથી નદી કાંઠાનાવિસ્તારથી દૂર રહેવાની સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.
 
ચોમાસાની સીઝન શરૂ થઇ ગયેલ હોવાથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર અને જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટમાં આ સીઝનનો સૌથી વધુ એટલે કે 224 mm વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. જયારે સૌથી ઓછો વરસાદ જિલ્લાના વિંછીયામાં 83 mm નોંધાયો છે.
 
જામકંડોરણા પાસેનો ફોફળ - 1 ડેમ ઓવરફલો થતા ધારાસભ્ય લલિત વસોયાએ શ્રીફળ વધેરીને વધામણાં કર્યા હતા. જામકંડોરણા માં ઉપરવાસમાં વરસાદને પગલે આવક થતા ડેમ ઓવરફલો થયો છે. ધોરાજી અને જામકંડોરણા તાલુકાના 50 ગામોને પીવાનું પાણી પૂરું પડતો ડેમ છે. ફોફળ ડેમ માંથી ખેડૂતોને સિંચાઈનું પાણી આપવામાં આવે છે. ધોરાજી જામકંડોરણા ના ગામોના પીવાના પાણી નું સંકટ ટળ્યું છે. 
 
ફોફળ ડેમ ઓવરફલો થતા ખેડૂતો અને લોકોમાં ખુશી,
 
જામનગરના જીવાદોરી સમાન રણજીતસાગર ડેમમાં નવા નીરની જોરદાર આવક 
રણજીતસાગર ડેમની સપાટી 20 ફૂટ પર પહોંચી 
27ફૂટ પર સપાટી પહોંચતા ડેમ ઓવરફલે થશે 
મનપા પૂર્વ વિપક્ષના નેતા અલ્તાફ ખફી અને ટીમ દ્વારા રણજીતસાગર ડેમની મુલાકાત લેવામાં આવી 
રણજીતસાગર ડેમમાં નવા નીરની આવક થતા શહેરીજનોમાં ખુશીનો માહોલ 
રણજીતસાગર ડેમમાં પાણીની આવક થતા શહેર માટે પીવાના પાણીની સમસ્યા દૂર થશે
 
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી ચાર દિવસ અમદાવાદ સહિત સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ, જ્યારે નવ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો સૌરાષ્ટ્રના જિલ્લામાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી આગાહીને પગલે રેડ એલર્ટ અપાયું છે.
rain in rajkot
રાજ્યમાં આજે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં અતિભારે વરસાદ વરસી શકે છે.
rain in rajkot
તો આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ, બનાસકાંઠા, સાબરકાંઠા,અમદાવાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને દ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે.