રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 નવેમ્બર 2021 (01:17 IST)

રાજકોટમાં સતત બીજા દિવસે આગ, ભગવાનના વાઘા આગમાં બળીને ખાખ

રાજકોટમાં આજે સતત બીજા દિવસે આગ લાગવાની ઘટના બની છે. બંગડી બજાર સ્થિત ઓમ હેન્ડી ક્રાફ્ટ નામની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી.  આ ઘટનાની જાણ થતા ફાયરવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કોમ્પ્લેક્ષમાં પ્રથમ માળે આવેલી દુકાનમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયરવિભાગની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. હેન્ડી ક્રાફટની દુકાનમાં રાખવામાં આવેલા ભગવાનના વાઘા આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું તારણ સામે આવ્યું છે. 
 
રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે રાત્રે આગ લાગવાની ઘટના બની છે. ગઈ કાલે રાતે ટાગોર રોડ પર આવેલા મારૂતિ સુઝુકીના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. અને આજે બંગડી બજારમાં હેન્ડી ક્રાફટ દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.