તથ્ય પટેલ કેસમાં મોટા અપડેટ
અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદના સાબરમતી જેલમાં બંધ છે. પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરી છે, જ્યારે તથ્ય પટેલે વકીલ મારફત રેગ્યુલર જામીન અરજી કરી છે, જેમાં તથ્ય પટેલની જામીન અરજી પર સરકારે એફિડેવિટ કરવાની બાકી છે , તથ્ય પટેલા પિતાએ પહેલા રેગ્યુલર જામીન અરજી કરી હતી. જે ફગાવી દીધા બાદ બીજા જ દિવસે પ્રજ્ઞેશ પટેલે અમદાવાદ જિલ્લા કોર્ટમાં મેડિકલ જામીન અરજી કરી હતી. તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર 21 ઓગષ્ટના રોજ કોર્ટ નિર્યણ આપશે.
પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ચુકાદો આપવાનો હતો. જોકે આ અકસ્માતમાં મૃત્યુ પામેલ રોનક, કૃણાલ અને અક્ષર વતી પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર એડવોકેટ દર્શન વેગડે વાંધા અરજી રજૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની અકસ્માત સમયે ઘટનાસ્થળે લોકોને ધમકાવીને, રિવોલ્વર કાઢવાની ધમકી આપવાના ગુના માટે પોલીસે ધરપકડ કરી હતી.
તથ્ય સામે પોલીસે IPC 279, 337, 338, 304, 504, 506(2), 308, 114, 118 અને મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કલમ 177, 189, અને 134 અંતર્ગત ગુનો નોંધીને 1684 પાનાંની ચાર્જશીટ રજૂ કરી છે. જ્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે પર ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસે IPC કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વ્હીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે.