રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 સપ્ટેમ્બર 2023 (12:31 IST)

વડોદરામાં ખુલ્લેઆમ બંદૂકના જોરે કંપનીના માલિકનું અપહરણ

ગુજરાતના વડોદરામાં બંદૂક બતાવી કંપની માલિકનું અપહરણ કરાયાની ઘટના સામે આવી છે.
 
ગુજરાતના વડોદરામાં બિહારની જેમ જ બનીએક ઘટના સામે આવી છે. બંદૂકના જોરે એક કંપનીના માલિકનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં બે ઇસમોએ કારમાં તેમનું અપહરણ કરી 3 મોબાઈલ લૂંટી લીધા હતા. આ તરફ પેટ્રોલિંગ કરી રહેલ પોલીસે કારની તપાસ કરતાં માલિકે સમગ્ર ઘટના વર્ણવી હતી. જેથી પોલીસે કંપની માલિકને આરોપીઓની ચંગુલમાંથી મુક્ત કરાવી બે ઇસમોને બંદૂક સાથે ઝડપી પાડ્યા હતા. 
 
વિગતો મુજબ આ ઇસમોએ કારને ઓવર ટેક કરી બબાલ કરીને અપહરણ કર્યું હતું. જેમાં બળજબરીથી કારમાં ઘુસી જઈ કંપની માલિક રશ્મિકાંત પંડ્યાનું માલીકના માથે પિસ્તોલ રાખી અપહરણ કર્યું હતું. જે બાદમાં અધવચ્ચે મારઝૂડ કરી 3500 રૂપિયા અને ત્રણ મોબાઈલ લૂંટી લીધા અને બે કોરા ચેક પર બળજબરીથી સહી કરાવી લીધી હતી.