શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (12:45 IST)

42 લાખના ખર્ચે રાજ્યનો સૌથી ઊંચો તિરંગો તો બનાવ્યો પણ 15મી ઓગષ્ટે ફરકાવવાનું જ ભૂલી ગયા

73માં સ્વતંત્રતા દિવસ પર ગુજરાત સહિત દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે વડોદરામાં એક ઘટનાએ તમામ લોકોનું ધ્યાન ખેચ્યું. વડોદરા મહાનગરપાલિકાએ રાજ્યનો સૌથી ઊંચો ફ્લેગ બનાવીને ખુબ નામના મેળવી હતી. પરંતુ 42 લાખ રૂપિયાનો ખર્ચ કર્યાં પછી પણ પાલિકા આ ફ્લેગની જાળવણી કરી શકી ન હતી. જેથી ચારેબાજુથી તેમની નિંદા થઇ રહી છે. વડોદરાના સમા વિસ્તારમાં મહાનગર પાલિકાએ રાજ્યનો સૌથી ઉંચા 67 મીટરના ફ્લેગ બનાવડાવ્યો હતો, પરંતુ તે સ્વતંત્રતા દિવસે જ ફરકાવવાનું ભૂલી ગયા હતા.વર્ષ 2017માં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના સૌથી ઊંચા ફ્લેગનું લોકાર્પણ કર્યું હતું. જેની પાછળ 42 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ ટેક્નિકલ ખામી કારણે વારંવાર ફાટી જતા પાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો.