25 ઓક્ટોબરથી ખુલશે અક્ષરધામ મંદિર, અહીં જાણો શું છે દર્શનનો સમય

akshardham-guj.
Last Updated: સોમવાર, 19 ઑક્ટોબર 2020 (14:36 IST)
ગુજરાતમાં હજુ કોરોના કહેરયથાવત છે પરંતુ તેમછતાં ગુજરાત અનલોક તરફ આગળ વધી રહ્યું છે. ધીમે ધીમે હવે બધુ નોર્મલ થઇ રહ્યું છે. રાજ્યના ઘણા મંદિરો બંધ છે. જે હવે ધીમે ધીમે ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે. ત્યારે કોરોના મહામારી છેલ્લા 7 મહિનાથી બંધ 25 ઓક્ટોબરથી ભક્તો ખોલવામાં આવશે.

અક્ષરધામ મંદિરમાં થર્મલ ગન વડે ટેમ્પરેચર ચેક કરી હેન્ડ સેનેટાઈઝ કર્યા બાદ માસ્ક સાથે જ લોકોને પ્રવેશ આપવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સનું ફરજ પાલન કરવું પડશે. મંદિરની સાથે સાથે બુક્સ- ગિફ્ટસ સ્ટોર, ગાર્ડન અને ફૂડ કોર્ટ પણ શરૂ કરવામાં આવશે. જો કે મંદિર તરફથી હાલમાં દરેક એક્ઝિબિશન અને અભિષેક મંડપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંપૂર્ણપણે ગાઇડલાઇનનું પાલન કરતાં અક્ષરધામ ભક્તો માટે સાંજે 5થી 7.30 સુધી દર્શન માટે ખુલ્લું મુકાશે.


આ પણ વાંચો :