રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 ઑક્ટોબર 2023 (12:24 IST)

ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર, ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલે યોજાશે

gujarat board exam
gujarat board exam
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા 2 એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ધોરણ 10, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તરી બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ પરીક્ષા 11/03/2024થી તા.26/03/2024 તારીખ દરમિયાન લેવાશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવ્યો છે.