રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : રવિવાર, 21 ફેબ્રુઆરી 2021 (10:45 IST)

નવું ગતકડું: મતદારોને આકર્ષવા અંતિમ ક્ષણે પોસ્ટર વોર, બીજેપી અને કોંગ્રેસના નેતાઓએ કટાક્ષથી ભરપૂર પોસ્ટ મૂકી

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. તમામ ઉમેદવારો પોતાના મતદારોને રિઝવવા માટે વિવિધ પ્રયાસો કરી ચૂક્યા છે. છેલ્લી ઘડી સુધી મતદારોને રિઝવવા માટે અવનવા ગતકડાં કરતા હોય છે. ત્યારે ઘણીવાર ઉલમાંથી ચૂલમાં મુકાય છે. ગઇકાલે સોશિયલ મીડિયા પર ભાજપ અને આપના ઉમેદવારોના દારૂની મહેફિલના ફોટા વાયરલ થયા હતા. તો બીજી તરફ પોસ્ટર વોરનો વિવાદ સામે આવ્યો છે. 
મતદાનની અંતિમ સમયે મતદારોને આકર્ષવા માટે બીજેપી અને કોંગ્રેસના મુખિયાઓએ કટાક્ષપૂર્ણ પોસ્ટનો સહારો લીધો હતો. જેમાં બીજેપી દ્વારા કોરોના હાથ થી ફેલાય છે તેમ કહીને તેમની પાર્ટીને મત આપવાનું અપીલ કરી હતી. તો કોંગ્રેસ દ્વારા મુકવામાં આવેલી પોસ્ટમાં પ્રજાને છેતરનારા ‘કમળ’ ને હાથથી તોડી નાખવાની વાત કરવામાં આવી છે.
 
શહેરની ચૂંટણનીમાં પ્રથમ વખત કોઈ એક પક્ષ દ્વારા કરવામાં આવેલા પોસ્ટરનો જવાબ પોસ્ટર દ્વારા આપવામાં આવી હોવાની રોચક ઘટના સામે આવી છે. જેમાં પ્રથમ બીજેપી દ્વારા કોરોનાને ધ્યાને રાખી, કોરોના હાથથી ફેલાય છે કમળથી નહિ. તેવા લખાણ વાળું પોસ્ટર સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યું હતું. જયારે કોંગ્રેસ દ્વારા થોડાક સમય બાદ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં 25 વર્ષથી ભ્રષ્ટાચાર કરતા કમળને ઉખાડી ફેંકવા માટે પ્રજાને આવાહન કર્યું હતું.
 
આમ, ટેક્નોલોજીના યુગમાં મતદાન પહેલા બીજેપી અને કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટર વોર ચાલુ કરીને ડિજિટલ ગરમાવો લાવી દીધો હતો. પ્રથમ બીજેપી દ્વારા પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ કોંગ્રેસ દ્વારા વળતો જવાબ આપતું કટાક્ષપૂર્ણ પોસ્ટર અપલોડ કરવામાં આવ્યું હતું.