ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 માર્ચ 2018 (17:13 IST)

મોદીનું સી પ્લેન ઉડાડવા પાણી છે પણ ખેડૂતો માટે પાણી નથી - હાર્દિક પટેલ

સુરતમાં પાટીદાર નેતા હાર્દિક પટેલે પીએમ મોદી વિરૂદ્ધ પ્રહાર કર્યાં અને ફેસબુકના ડેટા હેક કરવા મામલે પણ પોતાનું નિવેદન આપ્યું હતું. આજે વિશ્વજળ દિવસ છે. ત્યારે ગુજરાતમાં પાણીને લઈને સૌથી મોટી વિકટ સમસ્યા ઉભી થયેલી છે. ત્યારે પાણીના મુદ્દે હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું કે ઉનાળામાં લોકો માટે પાણી નથી. અને પીએમ મોદી આવે ત્યારે સી પ્લેન ઉડાડી પાણી વહાવે છે. આમ પાણીના મુદ્દે ટિપ્પણી કરીને પીએમ મોદીને આડે હાથ લીધા હતા. અને પ્રહાર કર્યા હતા.

હાર્દિક કહ્યું કે પાણીની સમસ્યા ખાસ કરીને વડોદરા અને રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા છે. લોકોને પાણી મળવું ખુબ જ અઘરૂ થઈ ગયું છે. મોદી પર નિશાન તાકતા કહ્યું કે જ્યારે ચૂંટણી સમયે સી પ્લેન ઉડાડવામાં આવ્યું ત્યારે મધ્યપ્રદેશ દ્વારા નર્મદાનું પાણી ગુજરાતને ફુલ વેગમાં આપવામાં આવ્યું. પરંતુ ખરેખર અત્યારે ઉનાળામાં પાણીની ખાસ જરૂર છે. પરંતુ મધ્યપ્રદેશ સરકાર હવે પાણી આપવા માટે મનાઈ કરી રહી છે. અને કહે છે કે જ્યારે સી પ્લેન ઉડાવવાનું હતું ત્યારે અમે 2 કાંઠે નદીઓ વહેતી કરી દીધી હતી. આમ પાણીની જરૂર છે. ત્યારે પાણી મળતું નથી. આ સાથે જ હાર્દિક પટેલે સુરતમાં ફેસબુક ડેટા લિક થવાના મામલે નિવેદન આપ્યું હતું. અને કહ્યું કે ખોટા ડેટાના આધારે ચૂંટણીઓ લડાઈ છે. જે યોગ્ય નથી. આ સાથે જ કહ્યું કે ચૂંટણી સમયે સોશિયલ મીડિયાનો ઉપયોગ ખુબ જ થાય છે. ફેસબુક હોય કે ટ્વિટર કોઈ પણ પોલીટીકલ નેતાઓ તેનો દુરઉપયોગ કરતા હોય છે. કોઈ પણ પાર્ટી પોતાના પ્રચાર માટે ખાનગી કંપની જેમ કે ટ્વીટર કે ફેસબુકનો ઉપયોગ કરતી હોય છે. સાથે પાસ કમિટી વિશે સવાલ કરવામાં આવતા તેમને જણાવ્યું કે પાસ કમિટી અંગે મને કોઈ માહિતી નથી. પણ સારૂ કામ થતું હોય તો તેઓને અમારૂ સમર્થન છે.હાર્દિક પટેલે પાણી નહિં મળવાને લઈને સુરતમાં નિવેદન આપ્યું છે.