શુક્રવાર, 17 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2019 (17:36 IST)

ચેતવણી- ગુજરાતમાં 29 જુલાઈએ થશે ભારે થી ભારે વરસાદ

Weather Forecast
અમદાવાદ- ગુજરાત મૌસમ વિભાગએ 29 જુલાઈને ભારે વરસાદની ચેતવણી કરી છે. 
 
મૌસમ વિજ્ઞાન કેંદ્રના નિદેશક જયંત સરકારએ જણાવ્યુ કે બંગાળની ખાડીમાં ઓછું દબાન બનવાની શકયતા છે. જેના પ્રભાવથી ગુજરાતમાં આવતા બે દિવસ સુધી ભારે અને ત્રીજા દિવસે વધારે ભારે વરસાદ થઈ શકે છે. 
 
રાજયમાં પાછલા 24 કલાકના સમયે 30 જિલ્લાના 133 તાલુકામાં વર્ષા થઈ જેમાં સૌથી વધારે 294 મિમી ડાંગ જિલ્લાના વઘઈમાં થઈ. રાજ્યમાં અત્યારે સુધી ઔસત વરસાદ 30.74 ટકા થઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શુક્રવારે ભારે વરસાદ થશે. 
 
સૌરાષ્ટ્રમાં ભાવનગર, પાલીતાણા, ગારિયાધર, તળાજા, જામનગર, સિહોરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો. લગભગ 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે ખેતીને નવજીવન મળ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ ગઈ હોવાથી વરસાદની તાતી જરૂર હતી તે પૂરી થઈ છે. 
 
વાપીમાં 13 મીમી, વલસાડમાં 19 મીમી અને જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. 
અત્યારે જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે.સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ વરસાદમાં બારડોલીમાં 60 મિમી, ચોર્યાસીમાં 29 મિમી, કામરેજમાં 24 મિમી, મહુવામાં 37 મિમી, માંડવીમાં 15 મિમી, માંગરોળમાં 16 મિમી, પલસાણામાં 61 મિમી, ઓલપાડમાં 32 મિમી, ઉમરપાડામાં 52 મિમી, સુરત સીટીમાં 40 મિમી નોંધાયો છે. ઉકાઈડેમમાં 279.32 ફુટ ઇનફલો 18649 ક્યુસેક ઓઉટફલો 600 ક્યુસેક પાણી નોંધાયુ છે.