શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (13:28 IST)

જાણો બુલેટ ટ્રેન બાદ મોદી ગુજરાતમાં કયા પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે

નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન ઓબેએ આખરે બુલેટ ટ્રેનનું ભૂમી પૂજન કર્યું. પણ હવે ગુજરાતમાં મોદી કયા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે એની ચર્ચા ચારે કોર થઈ રહી છે. મોદી અમરેલીમાં અમર ડેરીના પટાંગણમા 100 કરોડથી વધારેના ખર્ચે આકાર પામનારા અમર મધ ઉછેર પ્રોજેકટનુ પણ ભુમિપુજન કરશે. અહી 350 કરોડના કામોનુ તેઓ ઉદ્દઘાટન અને ભુમિપુજન કરનાર છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક અને અમર ડેરીના સંયુકત ઉપક્રમે પત્રકારો સાથે વાત કરતા દિલીપભાઇ સંઘાણીએ જણાવ્યું હતુ કે અમર ડેરી મધ ઉછેર કેન્દ્ર તરફ ડગ માંડી રહી છે અને તેના દ્વારા અકલ્પનીય રોજગારી ઉભી થશે. 100 કરોડથી વધારેના ખર્ચ સાથે 70 વિઘામા અમર હની ફાર્મ તૈયાર થશે. જેનુ ભુમિપુજન 17મીએ પ્રધાનમંત્રીના હસ્તે થશે. આ ઉપરાંત ઓટોમેટીક ડેરી પ્લાન્ટ અને દાણ ફેકટરી મળી કુલ 350 કરોડના કામોનુ ઉદ્દઘાટન થશે.

 તો બીજી બાજુ રાજકોટ તાલુકાના હિરાસર નજીક નવા એરપોર્ટનો ફિઝિબિલીટી રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એન્વાયરમેન્ટલ ડિપાર્ટમેન્ટના મંજૂરીના રિપોર્ટની તંત્ર રાહ જોઇ રહ્યું છે ત્યારે   વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સંભવત: 2જી ઓક્ટોબરે નવા એરપોર્ટના ખાતમુહૂર્ત થાય તે માટે ચક્રો ગતિમાન કરાયા છે. જો કે પી.એમ. કાર્યાલય તરફથી હજુ સુધી લીલીઝંડી મળી નથી પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઘણા સમય પૂર્વે વડાપ્રધાનનો સમય માગવામાં આવ્યો છે અને હાલમાં વડાપ્રધાન મોદી અમદાવાદ છે ત્યારે નવા એરપોર્ટના ખાતમુહૂર્તનો કાર્યક્રમ નક્કી થઇ જાય તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે.