ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જુલાઈ 2022 (09:29 IST)

Drugs Smuggling: કપડાની આડમાં દુબઈથી લાવી આવી વસ્તુ, 350 કરોડની કિંમત; ATSએ જપ્ત કર્યો હતો

adani port
Gujarat ATS action on Drugs Smuggling:  ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે અને 70 કિલો હેરોઈનનું વિશાળ કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત આશરે 350 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. એટીએસને બાતમી મળી હતી કે સોમવારે મોડી સાંજે કન્ટેનર કચ્છના મુંદ્રા સીએફએસમાં પહોંચ્યું હતું, જે બાદ એટીએસે કાર્યવાહી કરી હેરોઈન કબજે કર્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મુન્દ્રા બંદર પર ડ્રગના જથ્થા અંગેના ઈનપુટના આધારે એટીએસ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) સાથે ઓપરેશન કરી રહી છે.
 
 
દુબઈથી કપડાની આડમાં ડ્રગ્સ લાવવામાં આવે છે
 
સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે કપડાની આડમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી હતી, જે દુબઈના જેબેલ અલી બંદરથી કન્ટેનર દ્વારા લાવવામાં આવી હતી.